લાખવડમાં ગૌવંશની હત્યા કેસમાં વોન્ટેડ આરોપીને તાલુકા પોલીસે અમદાવાદથી દબોચ્યો…

July 19, 2025

ગરવી તાકાત મહેસાણા : મહેસાણા તાલુકાના લાખવડ ગામની સીમમાં કેટલાક દિવસ પૂર્વે ગૌવંશની હત્યા કરનારા આરોપીઓ પૈકી વધુ એક આરોપીને તાલુકા પોલીસે અમદાવાદમાં ધામા નાખીને ઝડપી પાડ્યો. મહેસાણા શહેરમાં રખડતી ગાયોને ગાડીમાં ભરીને લાખવડ ગામની સીમમાં અવાવરું જગ્યામાં લાવી ગૌવંશની હત્યા કરનાર.

Contacts of officers of 21 police stations were announced by the Mehsana  Police Department as per the division | હવે ગુનેગારોની ખૈર નથી: મહેસાણા  પોલીસ વિભાગ દ્વારા ડિવિઝન મુજબ 21 પોલીસ ...

ત્રણ આરોપીઓને અગાઉ પોલીસે ઝડપી પાડ્યા હતા જ્યારે અન્ય કેટલા આરોપીઓ અમદાવાદ હોવાની બાતમીને આધારે મહેસાણા તાલુકા પોલીસ મથકના પીઆઇ ડી.જી. બડવાએ પોતાની ભાવિક ચૌધરી સહિતની ટીમને અમદાવાદ મોકલી.

Wanted accused in cow slaughter case in Lakhvad returned from Ahmedabad | ગૌવંશની  હત્યા: લાખવડમાં ગૌવંશના હત્યા કેસમાં વોન્ટેડ આરોપી અમદાવાદથીઝબ્બે - Mehsana  News | Divya Bhaskar

જ્યાં આ ટીમે સતત ત્રણ દિવસ સુધી ધામા નાખીને અમદાવાદના અસારવા પુલ નીચે પઠાણની ચાલીમાં રહેતા મહમ્મદફરદીન શાહબુદ્દીન શેખને ગીતામંદિર બસ સ્ટેશન નજીકથી ઝડપી પાડ્યો પોલીસે ગૌવંશના હત્યા કેસમાં વધુ એક આરોપીને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલ્યો.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0