ગરવી તાકાત હિંમતનગર : હિંમતનગર પોલીસે મહારાષ્ટ્રના અકોલા જિલ્લામાં ચેઈન સ્નેચિંગના ગુનામાં સંડોવાયેલા આરોપીને ઝડપી લીધો આરોપી અશોક ઉર્ફે ધનીયો પટણી હિંમતનગરના પોલોગ્રાઉન્ડ વિસ્તારના સલાટવાસનો રહેવાસી છે બી-ડીવીઝન પોલીસને પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે આરોપીને ધાણધા રેલવે ફાટક પાસેથી પકડી લેવામાં આવ્યો.
![]()
પૂછપરછ દરમિયાન આરોપીએ અકોલા જિલ્લાના ખદાન પોલીસ સ્ટેશનની હદમાં કરેલા ચેઈન સ્નેચિંગના ગુનાની કબૂલાત કરી. દરમિયાન બી-ડીવીઝન પોલીસે એક અન્ય કેસમાં મોબાઈલ ચોરીના આરોપીને પણ પકડ્યો રાજુભાઈ તોળાજી વણઝારા (33) નામના આરોપી પાસેથી રેડમી કંપનીનો 13C મોડેલનો મોબાઈલ મળી આવ્યો.

આરોપીએ હસન શહીદ દરગાહ પાછળના એક ઝૂંપડા આગળથી મોબાઈલની ચોરી કરી હોવાની કબૂલાત કરી.પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ચેઈન સ્નેચિંગના આરોપીને ખદાન પોલીસને સોંપવાની કાર્યવાહી કરવામાં આવી રહી.


