નાની વયની યુવતી સરપંચ બની જવાનો મામલો: હકીકત છુપાવી સરંપચ બનેલી યુવતી વિરુદ્ધ કાર્યવાહી કરવા કલેક્ટરનો આદેશ…

July 18, 2025

ગરવી તાકાત મહેસાણા : તાજેતરમાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં તંત્રની ભૂલના કારણે 21 વર્ષ કરતાં નાની વયે ચૂંટણી લડીને ગિલોસણ ગામની સરપંચ બની ગયેલી અફરોજબાનુ સામે કાર્યવાહી કરવા જિલ્લા કલેક્ટરે ડીડીઓને લેખિત આદેશ કર્યો સાથે ટીડીઓ અને પ્રાંત અધિકારીના અહેવાલમાં ચૂંટણી અધિકારી નયન પ્રજાપતિની પણ ભૂલ બહાર આવતાં તેમની સામે પણ કાર્યવાહી માટે કહેવાયું.

મહેસાણા તાલુકાની ગીલોસણ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ તરીકે અફરોઝ બાનુએ પોતે 21 વર્ષની હોવાનું ખોટું કરારનામું કરી ફોર્મ ભર્યું હતું ફોર્મ ચૂંટણી અધિકારીએ મંજૂર કર્યા બાદ ચૂંટણીમાં તે વિજેતા પણ બની અને પરિણામ બાદ તેની ઉંમર 20 વર્ષ અને 5 મહિના હોવાનું બહાર આવ્યું.

જેને પગલે જિલ્લા કલેક્ટરે ટીડીઓ અને પ્રાંત અધિકારી એવા ચૂંટણી અધિકારી પાસે સમગ્ર તપાસ અહેવાલ માગ્યો જેમાં અફરોજબાનુનું ફોર્મ કેવી રીતે મંજૂર થયું તેની હકીકતો સાથેનો અહેવાલ બંનેએ કલેક્ટરને મોકલી આપ્યો હતો.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0