ગરવી તાકાત મહેસાણા : રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ ન્યુ દિલ્હી તથા ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદની સૂચના અને માર્ગદર્શન અનુસાર નેશનલ લોક અદાલતનું આયોજન હાથ ધરવામાં આવ્યું જે અનુસંધાને મહેસાણા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના જિલ્લા ન્યાયાધીશ અને અધ્યક્ષ એ.એલ.વ્યાસની સુચના અને માર્ગદર્શન અનુસાર જિલ્લા અદાલત મહેસાણા તથા તાલુકા કક્ષાએ તમામ તાલુકા કોર્ટોમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું.

નેશનલ લોક અદાલતમાં સમાધાન પાત્ર ફોજદારી કેસો મોટર એકસીડન્ટ કલેઈમ પીટીશન ચેક રીર્ટનના કેસો દેવા વસુલાતને લગતા દિવાની તકરારના કેસો તથા અન્ય પ્રકારના સમાધાન લાયક કેસોનો નિકાલ કરવામાં આવ્યા આ લોક અદાલતમાં 95 મોટર અકસ્માત વળતરના કેસોનો નિકાલ કરી રૂા.6,13,60,500નો વળતરનો હુકમ કરવામાં આવ્યો તેમજ નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-138 ના ચેક રીર્ટનના 2053 કેસોનો નિકાલ કરવામાં આવ્યા.

નેશનલ લોક અદાલતમાં પક્ષકારો તથા વકીલોનાં સહયોગથી કુલ રૂા. 22,30,41,376થી સમાધાનની રકમ દ્વારા કુલ- 11446 કેસો નિકાલ કરવામાં આવ્યો ચેક રીર્ટનના બે કેસોમાં પક્ષકારો વચ્ચે રૂા. 4 ,21,94,242 અને રૂા. 4,97,00,000/-ની માતબર રકમના સુખદ સમાધાન કરવામાં આવ્યું તેમજ આ નેશનલ લોક અદાલતમાં ખૂબ જુના કુલ 128 ટાર્ગેટેડ કેસો પણ નિકાલ કરવામાં આવ્યા.


