ગરવી તાકાત પાલનપુર : જુનાડીસાના યુવકની ત્રણ માસ અગાઉ ધાનેરા તાલુકાના સાકડ ગામે હત્યા મૃતદેહ દાટી દેવાયો હતો દરમિયાન પોલીસે હત્યામાં સંડોવાયેલા બે શખ્સોને ઝડપી લીધા આડા સબંધની આશંકામાં યુવકની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું થરાદ તાલુકાના ડેલ ગામના વેલાભાઇ શીવાભાઈ માજીરાણા ત્રણ માસ અગાઉ ગુમ થયા હતા. દરમિયાન તેમના ભાઇ પ્રવિણભાઇ ભેંસ ચોરીના ગુનામાં જામીન પર છૂટ્યા બાદ.

તેમની બહેન રાધાબેન પાસે ડેલ ગામે ગયા અને જ્યાં પુછપરછ દરમિયાન સાંકડ ગામે ભુટા મહારાજના ખેતરમાં હીરાજી ઉર્ફે ચકી કેશાજી ઠાકોરે ગળાના ભાગે ટુપો આપી વેલાભાઇને મારી નાખ્યા હોવાનુંસામે આવ્યું હતુ. અને બીજાદિવસે રાત્રે 8 વાગ્યે ચકી સાથેમળીને જગદીશભાઈ નારણાજી ઠાકોર.
![]()
અને શંભુજી કેશાજી ઠાકોરે લાશને ખાડો ખોદી દાટી દીધી હતી. આ અંગે પ્રવિણભાઈ શીવાભાઈ માજીરાણાએ ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી જેની તપાસ દરમિયાન પાલનપુર એલસીબીની ટીમે હત્યામાં સંડોવાયેલા હીરાજી ઉર્ફચકી કેસાજી ઠાકોર અને શંભુજી કેશાજી ઠાકોરને ઝડપી લીધા હતા.


