શંખેશ્વર નજીક આવેલો કચ્છ-સૌરાષ્ટ્રને જોડતો રૂપેણ નદી પરનો જૂનો બ્રિજ ભારે વાહનો માટે બંધ કરાયો…

July 16, 2025

ગરવી તાકાત પાટણ : શંખેશ્વરથી 4 કિલોમીટર દૂર રૂપેણ નદી પર આવેલો 62 વર્ષ જૂનો બ્રિજ વહીવટી તંત્ર દ્વારા ભારે વાહનો માટે બંધ કરી દેવામાં આવ્યો આ બ્રિજ સૌરાષ્ટ્ર, કચ્છ અને ધાંગધ્રા મિલેટ્રી કેમ્પને જોડતો મહત્વનો માર્ગ. 1962માં બનાવવામાં આવેલો આ સાંકડો પુલ છેલ્લા 10 વર્ષથી જર્જરિત સ્થિતિમાં તંત્ર દર બે-ત્રણ વર્ષે માત્ર સામાન્ય મરામત કરતું આવ્યું.

62-year-old bridge over Rupen River closed | રૂપેણ નદી પરનો 62 વર્ષ જૂનો  બ્રિજ બંધ: શંખેશ્વર નજીક આવેલો કચ્છ-સૌરાષ્ટ્ર જોડતો બ્રિજ ભારે વાહનો માટે  બંધ, 25 કિમી ...

બ્રિજ પર બનાવવામાં આવેલી 14 ફૂટની ઈંટની ડિવાઈડરના કારણે છેલ્લા 25 વર્ષમાં 12 જેટલા લોકોના મૃત્યુ થયા નવા બ્રિજની કામગીરી એક વર્ષ પહેલા શરૂ કરવામાં આવી પરંતુ કોન્ટ્રાક્ટર અને સરકારી અધિકારીઓની મિલીભગત તેમજ જમીન સંપાદનને લઈને ખેડૂતોના વિરોધને કારણે છેલ્લા ચાર મહિનાથી કામગીરી બંધ. હવે ભારે વાહનોએ શંખેશ્વરથી દશાડા સુધીનો વૈકલ્પિક માર્ગ વાપરવો પડશે આ માર્ગ પાડલા, ધનોરા, મેરા, નાવીયાની અને વણોદ થઈને જાય છે.

Heavy vehicles blocked on 62-year-old bridge over Rupen river near  Shankheshwar connecting Kutch-Saurashtra | ભારે વાહનોને નો એન્ટ્રી:  કચ્છ-સૌરાષ્ટ્રને જોડતાં શંખેશ્વર પાસે રૂપેણ નદી ...

મૂળ 25 કિલોમીટરના અંતરને બદલે હવે 50 કિલોમીટરનું અંતર કાપવું પડશે. વિશેષમાં, ધનોરાથી મેરા અને નાવીયાની સુધીનો સિંગલ રોડ ભારે વાહનો માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. પાદરા-વડોદરા વચ્ચેના બ્રિજની દુર્ઘટના બાદ સરકાર સતર્ક બની છે. પાંચ દિવસ પહેલા રાધનપુર પાસે બનાસ નદીનો બ્રિજ પણ બંધ કરવામાં આવ્યો હતો.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0