ગરવી તાકાત મહેસાણા : રાધનપુર ચોકડી વિસ્તારમાં એક દુર્ઘટના સામે આવી રસ્તો ક્રોસ કરી રહેલા વૃદ્ધને દૂધના ટેન્કરે ટક્કર મારતા તેમને ગંભીર ઈજાઓ થઈ અકસ્માત સર્જ્યા બાદ ટેન્કર ચાલક વાહન મૂકીને ફરાર થઈ ગયો વિજાપુરના હસનાપુર ગામના વૃદ્ધ બ્લડપ્રેશરની સારવાર માટે મહેસાણાની હોસ્પિટલમાં આવ્યા.

સારવાર બાદ તેઓ રાધનપુર ચોકડી પર જમવા ગયા જમ્યા બાદ એસટી પિકઅપ સ્ટેન્ડ તરફ જવા માટે રસ્તો ક્રોસ કરતા હતા ત્યારે દૂધના ટેન્કરે તેમને ટક્કર મારી. અકસ્માતમાં વૃદ્ધનો હાથ ટેન્કરના ટાયર નીચે કચડાઈ ગયો હતો આસપાસના લોકોએ તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી ઈજાગ્રસ્તને સારવાર માટે ખસેડ્યા હતા.

મહેસાણા સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે તેમને અમદાવાદ રીફર કરવામાં આવ્યા છે. ઈજાગ્રસ્ત વૃદ્ધના પુત્ર સુરેશભાઈ રામાદાસ પટેલે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મહેસાણા બી-ડિવિઝન પોલીસે અજાણ્યા ટેન્કર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.


