ગરવી તાકાત બનાસકાંઠા : થરાદના નાગલા ગામના મુખ્ય રસ્તા અને રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા સરપંચ અને ગ્રામજનોએ ધારાસભ્ય તથા મામલતદારને રજૂઆત કરી પાણી નિકાલ માટે તાત્કાલિક સમ્પ બનાવી વ્યવસ્થા કરવા માંગ ઉઠી. થરાદ તાલુકાના નાગલા ગામના સરપંચ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ધારાસભ્યના કાર્યાલય અને મામલતદાર કચેરીએ પહોંચી રજૂઆત કરી.

કે, ગામમાં ભારે પાણી ભરાવની સમસ્યા છે નર્મદા નહેરના કારણે અને ખારાશના કારણે વરસાદી પાણી ગામમાં ભરાઈ જાય થોડો વરસાદ પડતાં પણ પાણીનો પ્રવાહ વધુ રહે છે. હાલ પણ ગામમાં ભારે પાણી ભરાયું છે. મંડળી ગ્રામ પંચાયત પાણીમાં ગરકાવ છે. રસ્તાઓ પર પાણી ભરાતા લોકો માટે ચાલવું મુશ્કેલ બન્યું છે.

સરકાર દ્વારા નર્મદા નહેર અને સમ્પ માટે મંજૂરી અપાઈ હતી. પરંતુ કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે કામ શરૂ થયું નથી. બાજુના ડોડગામમાં સમ્પ બની ગયું છે. નાગલા ગામ માટે પણ તાત્કાલિક સમ્પ બનાવવામાં આવે અને પાણી નિકાલની વ્યવસ્થા થાય તેવી માંગ સાથે ગ્રામજનોએ રજૂઆત કરી હતી.


