વાવ તાલુકાના ધરાધરા ગામે ખેતરમાં મોટર ચાલુ કરવા જતાં કરંટ લાગતા ત્રણનાં મોત….

July 7, 2025

ગરવી તાકાત બનાસકાંઠા : વાવના ધરાધરા ગામે ખેતરમાં બનાવેલી ઓરડીમાં મોટર ચાલુ કરવા જતાં પુત્રને કરંટ લાગ્યો હતો તેને બચાવવા ગયેલા વૃધ્ધ માતા- પિતા પણ કરંટની ઝપટમાં આવી જતાં ત્રણેયના મોત થયા કરૂણ ઘટનાથી ગામમાં અરેરાટી પ્રસરી ગઇ.પોલીસ અને વીજ કંપનીના અધિકારીઓ દોડી જઇ તપાસ હાથ ધરી વાવ તાલુકાના ધરાધરા ગામે ખેતરમાં રહેતા પથુભાઈ જેઠાભાઈ મકવાણા સવારે બોરની મોટર ચાલુ કરવા ગયા જ્યાં તેમને વીજકરંટ લાગ્યો હતો.

Parents and son die of electrocution while trying to start borewell | વીજ  કરંટ ખેડૂત પરિવારને ભરખી ગયો: બનાસકાંઠામાં બોરવેલ ચાલુ કરવા જતાં દીકરાને  શોક લાગ્યો, બચાવવા ...

પુત્રએ બુમો પાડતાં તેને બચાવવા માટે તેમના પિતા જેઠાભાઈ ભાવાભાઈ મકવાણા ઓરડીમાં દોડી ગયા જોક તેમને પણ કરંટ લાગ્યો આથી પુત્ર અને પતિને બચાવવા માટે રખુંબેન જેઠાભાઈ મકવાણા ઓરડીમાં ગયા જ્યાં તેઓને પણ કરંટ લાગતાં રખુંબેનનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં આજુબાજુ માંથી લોકો દોડી આવ્યા જેમણે પિતા પુત્રને થરાદ ખાતે સારવાર અર્થે લઈ જતા રસ્તામાં બંન્નેના મોત થયા ત્રણેયના મૃતદેહ વાવ રેફરલ ખાતે લાવવામાં આવ્યા હતા.

વાવ તાલુકાના ધરાદરામાં વીજકરંટ લાગતાં માતા-પિતા અને પુત્રનાં મોત

જ્યાં પીએમ કરી પરિવારને સોંપાયા હતા આ અંગે મૃતકના કુટુંબી રાંમાભાઈ પ્રભુભાઈ મકવાણાએ વાવ પોલીસ મથકે ફરિયાદ આપી હતી. પરિવારમાં એક જ સાથે ત્રણ સભ્યોના મોત થતા ગામમાં અરેરાટી પ્રસરી ગઈ ગામ હિબકે ચડ્યું આ અંગે પી આઇ ગોહિલે જણાવ્યુ હતુ કે, વાવના ધરાધરા ગામે સવારના 8 વાગ્યાના સમયે પથુભાઈ ઇલેકટ્રીક મોટર ચાલુ કરવા ગયા હતા. તેમને વીજ કરંટ લાગતા ત્યાં હાજર તેમના માતા પિતા બચાવવા જતાં તેમને પણ વીજ કરંટ લાગતાં ત્રણેયના મોત થતાં પોલીસે તપાસ હાથ ધરી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0