ગરવી તાકાત પાટણ : સરકારે શાળાના વિદ્યાર્થીઓ માટે એક નવી પહેલની શરૂઆત કરી આજથી રાજ્યની તમામ સરકારી અને ખાનગી શાળાઓમાં દર શનિવારે ‘બેગલેસ ડે’ ઉજવવામાં આવશે આ પહેલનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓ પરનું શૈક્ષણિક ભારણ ઘટાડવાનો છે. પાટણના સિદ્ધપુરમાં આવેલી પી.એમ. શ્રી કુમાર શાળા નંબર ચારમાં આજે ‘બેગલેસ ડે’નો શુભારંભ થયો.

વિદ્યાર્થીઓએ પુસ્તકોની બેગ વગર શાળામાં આવી વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો શાળામાં ઇન્ડોર અને આઉટડોર રમતોનું આયોજન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે યોગ સત્રો યોજવામાં આવ્યા બાળકોએ ચિત્રકલા દ્વારા પોતાની કલ્પનાશક્તિને નવો આયામ આપ્યો.

આ ઉપરાંત અન્ય રચનાત્મક પ્રવૃત્તિઓ પણ કરવામાં આવી શિક્ષણ વિભાગના આ નિર્ણયને વાલીઓ અને શિક્ષણવિદોનું સમર્થન મળી રહ્યું છે આ પહેલથી વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, શારીરિક તંદુરસ્તી અને સામાજિક કૌશલ્યોનો વિકાસ થશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.


