વિસનગરમાં કડા રોડના દબાણ હટાવવા ભાજપ નગરસેવકની CMને રજૂઆત….

July 4, 2025

ગરવી તાકાત વિસનગર : વિસનગર નગરપાલિકાના વોર્ડ નં. 7ના મહિલા નગરસેવકે કડા રોડ પર આ વેલ હીરાવાવ પર્યટન સ્થળની બાજુના ગેરકાયદેસર દબાણો હટાવવા મુદ્દે વારંવાર કરેલ લેખિત રજૂઆત બાદ કંઇ કાર્યવાહી ન કરાતાં નગરસેવકે સત્તાપક્ષ સામે બાંયો ચડાવી મુખ્યમંત્રી સહિતનાને ઉચ્ચકક્ષાએ રજૂઆત તાકીદે દબાણો હટાવવા માંગણી કરી.

વિસનગર પાલિકાના મહિલા નગરસેવક કડિયા કૈલાસબેન ગાૈતમભાઇ દ્વારા કડા રોડ પર આવેલ હીરાવાવ પર્યટન સ્થળની બાજુમાં થયેલા ગેરકાયદેસર બાંધકામ મુદ્દે લેખિતમાં રજૂઆત કરી ત્રણ વખત લેખિત રજૂઆત બાદ પણ કોઇપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી ન હોવાથી આ મુદ્દે મુખ્યમંત્રી સહિત ઉચ્ચકક્ષાએ રજૂઅઆ કરવામાં આવી જેમાં તેમણે આ રોડ સ્ટેટ હાઇવે હોવાનું તેમજ એ ન્ટ્રી માટે શહેરનો મહત્વનો રોડ છે.

અને ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા ભાજપના જ નગરસેવકને વારંવાર લેખિતમાં રજૂઆત કરવી પડતી હોય તો તંત્ર સામાન્ય નાગરિકોનું શુ કામ કરતું હશે તેવો બળાપો ઠાલવ્યો હતો. આ અંગે પાલિકાના ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદીએ જણાવ્યું હતું કે મહિલા નગરસેવકની રજૂઆતને પગલે દબાણકર્તાને નોટીસ આ પી ખુલાસો કરવા જણાવાયું તેમ છતાં ખુલાસો નહી કરાય તો કાર્યવાહી કરાશે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0