મધ્યાહન ભોજનનું સંચાલન એનજીઓને સોંપવા હિલચાલ સામે કર્મચારીઓમાં રોષ…

July 2, 2025

ગરવી તાકાત મહેસાણા : મહેસાણા સહિત રાજ્યની શાળાઓમાં ચાલતી મધ્યાહન ભોજન યોજનાનું રાજ્ય સરકાર દ્વારા ખાનગીકરણ કરવાની હિલચાલ ચાલી રહી તેના વિરોધમાં જિલ્લાના મધ્યાહન ભોજન સંચાલકો, રસોઈયા અને ઓપરેટરોએ મંગળવારે કલેક્ટરને આવેદનપત્ર આપી આગામી દિવસોમાં પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજનાના થનારા ખાનગીકરણનો વિરોધ કરી પોતાની નવ માંગણીઓ સરકાર સમક્ષ મૂકી.

જિલ્લાની તમામ શાળાઓમાં 1040 જેટલા મધ્યાહન ભોજન કેન્દ્રો ચાલે આ તમામ કેન્દ્રો રાજ્ય સરકાર દ્વારા એનજીઓને ચલાવવા માટે સોંપવાની તૈયારી કરાઇ છે. અન્ય જિલ્લાઓની જેમ મહેસાણામાં પણ જો એનજીઓને આ યોજનાનું સંચાલન અને કેન્દ્રો ચલાવવામાં આવે તો માત્ર મધ્યાહન ભોજન યોજનાના સંચાલક જ નહીં પરંતુ ઓપરેટર અને રસોઈયા સહિત 4000 જેટલા કર્મચારીઓની રોજગારી છીનવાઈને બેકાર થવાનો વારો આવી શકે તેમ.

જેને લઇ જિલ્લાની પીએમ પોષણ શક્તિ નિર્માણ મધ્યાહન ભોજન યોજનાના કર્મચારી સંઘના નેજા હેઠળ તમામ પ્રમુખ સહિતના કર્મચારીઓએ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી તેનો વિરોધ દર્શાવ્યો હતો સાથે ભોજન બનાવવા દરમિયાન જો કોઈ આકસ્મિક દુર્ઘટના બને તો તે રસોઈયાની સારવાર વિનામૂલ્યે કરવી અને જો કોઈ સંજોગોમાં મૃત્યુ થાય તો યોગ્ય વળતર આપવાની સહિતની માંગણીઓ કરાઇ હતી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0