પાટણમાં પેટ્રોલ પંપના મેનેજર પાસેથી લૂંટ કરનાર 6 આરોપીઓને LCBએ દબોચ્યા…

July 1, 2025

ગરવી તાકાત પાટણ : પાટણના ગદોસણ ગામે પેટ્રોલપંપના મેનેજર પાસેથી રોકડ રકમની લૂંટના કેસમાં સ્થાનિક ક્રાઈમ બ્રાન્ચે 6 આરોપીઓને ઝડપી પાડ્યા આરોપીઓ પાસેથી લૂંટમાં ગયેલો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો. મહાલક્ષ્મી પેટ્રોલપંપના મેનેજર વેપારના પૈસા લઈને પાટણ આવી રહ્યા હતા ગદોસણ ગામ નજીક રાત્રે કેટલાક શખ્સોએ તેમને રોકીને છરી બતાવી ધમકાવ્યા હતા આરોપીઓએ મેનેજર પાસેથી 89,000 રૂપિયાની રોકડ રકમની લૂંટ કરી હતી.

પાટણ LCBની તાલીબાની સજા: સામાન્ય બાબતમાં 2 યુવકોને દંડાથી મન ભરીને માર્યા

પોલીસ અધિક્ષક વી.કે. નાયીના માર્ગદર્શન હેઠળ એલસીબી ઇન્સ્પેક્ટર આર.જી. ઉનાગરની ટીમે તપાસ શરૂ કરી હતી. તપાસમાં જાણવા મળ્યું કે, મેમદપુર, હાંસાપુર અને રામનગર,પાટણના કેટલાક શખ્સો આ લૂંટમાં સંડોવાયેલા છે. ડીવાયએસપી પરેશ રેણુકાએ જણાવ્યું કે, આરોપીઓએ 21 જૂન રોજ પણ મીઠીવાવડી ખાતે આ પેટ્રોલપંપના મેનેજરને લૂંટવાનો પ્રયાસ કર્યો હતો.

6 accused arrested for robbing petrol pump manager of Rs 89,000 in Patan,  tried 9 days ago | લૂંટના ગુનાનો ભેદ ઉકેલાયો: પાટણમાં પેટ્રોલપંપના મેનેજર  પાસેથી 89 હજારની લૂંટ કરનાર 6 આરોપી

જો કે, લોકો આવી જતાં તેઓ નિષ્ફળ રહ્યા હતા ત્યારબાદ 25 મેના રોજ મેનેજરના રૂટની રેકી કરીને લૂંટને અંજામ આપ્યો હતો. પોલીસે આરોપીઓ પાસેથી લૂંટમાં લીધેલી રકમ, મોબાઈલ, ગુનામાં વપરાયેલું વાહન અને હથિયાર કબજે કર્યા અને આરોપીઓ સામે BNSS કલમ 35(1)E, 106 મુજબ કાર્યવાહી કરીને તેમને પાટણ તાલુકા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા.

6 accused arrested for robbing petrol pump manager of Rs 89,000 in Patan,  tried 9 days ago | લૂંટના ગુનાનો ભેદ ઉકેલાયો: પાટણમાં પેટ્રોલપંપના મેનેજર  પાસેથી 89 હજારની લૂંટ કરનાર 6 આરોપી

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0