ગરવી તાકાત રાધનપુર : રાધનપુરથી રણુંજા દર્શન અર્થે ગયેલા 5 મિત્રોની ગાડી બાલોતરા ભારતમાલા એક્સપ્રેસ વે પર મુથલી બોર્ડર પર ઊભેલી ટ્રક પાછળ કાર ઘૂસી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો જેમાં બે મિત્રોના મોત થયા અને ત્રણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડાયા. રાધનપુરથી પાંચ યુવકો વરના ગાડી લઈ રણુંજાના દર્શન માટે ગયા હતા. રણુંજા દર્શન કરીને શુક્રવારે પરત આવી રહ્યા હતા.
![]()
જે દરમ્યાન રાજસ્થાનના બાડમેરથી સાંચોર વચ્ચે બાલોતરા ભારતમાલા એક્સપ્રેસ વે પર મુથલી બોર્ડર પર નજીક કોઈ કારણોસર ટ્રક પાછળ કાર ઘુસી ગઈ હતી. ટ્રકને ધડાકા સાથે વરના ગાડી ટકરાતા ગાડીના ફુરચા બોલાઈ ગયા હતા.અંદર સવાર 5 યુવાનો પૈકી દેવગીરી ગૌસ્વામી રહે.માનપુરા, તા.કાંકરેજ અને સુરેશભાઈ જોશી રહે.નાની પીપળી તા.રાધનપુરના ઘટનાસ્થળે મોત થયા હતા.

અંદર સવાર રાધનપુર, મસાલી સહિત અન્ય ગામનાં અન્ય ત્રણ યુવાનોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જે પૈકી એક અતિશય ગંભીર હાલતમાં ઘટના પગલે લોકોના ટોળા એકત્ર થતા તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડાયા હતા. ઘટના અંગે યુવાનોના પરિવારને જાણ થતા પરિવાર રાજસ્થાન દોડી ગયો છે.તેવુ યુવકોના સંબંધીના સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું.


