મહાનગરપાલિકાએ સ્વચ્છતા નિયમોનું ઉલ્લંઘન કરનાર 1338 લોકો પાસેથી દંડ વસૂલ્યો….

June 26, 2025

ગરવી તાકાત મહેસાણા : મહેસાણા મહાનગરપાલિકાએ શહેરની સ્વચ્છતા જાળવવા માટે મોટી કાર્યવાહી કરી પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિક, ભંગાર, કાટમાળ અને ગંદકી ફેલાવનારા તેમજ ઢોર છોડનારા 1338 લોકો પાસેથી કુલ રૂ.20.52 લાખનો દંડ વસૂલ કર્યો. જાન્યુઆરીથી જૂન-2025 દરમિયાન મહાનગરપાલિકાએ શહેરના વિવિધ વિસ્તારોમાં સફાઈ અભિયાન હાથ ધર્યું

રાધનપુર વોર્ડ, નાગલપુર વોર્ડ, બિલાડીબાગ વોર્ડ સહિતના વિસ્તારોમાં આ કામગીરી કરવામાં આવી સરકારી પ્લોટો, રેલવે પાસેના વિવિધ પ્લોટ અને ખાનગી માલિકીના પ્લોટમાંથી ઝાડી-ઝાંખરા, કચરો અને કાટમાળની સફાઈ કરવામાં આવી. મહાનગરપાલિકાએ જેસીબી, ટ્રેક્ટર અને લોડર સાથે કર્મચારીઓની ટીમો દ્વારા આશરે 50 જેટલા નાના-મોટા પ્લોટોની સફાઈ કરી

ત્રણ પ્લોટ માલિકો પાસેથી સફાઈ વહીવટી ચાર્જ પેટે રૂ.15,000ની વસૂલાત કરવામાં આવી હતી નાયબ કમિશનરના જણાવ્યા અનુસાર, શહેરના વિવિધ વિસ્તારોમાં ગંદકી ફેલાવનાર અને મહાનગરપાલિકાના નિયમોનું ઉલ્લંઘન કરનાર લોકો પાસેથી કુલ રૂ.20,51,950નો દંડ વસૂલ કરવામાં આવ્યો.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0