પાટણમાં નર્મદાના પાણીના શુદ્ધિકરણ કેન્દ્રમાં વરસાદી પાણી ઠાલવવાનો વિવાદ સર્જાયો…

June 17, 2025

ગરવી તાકાત પાટણ : પાટણ શહેર અને આસપાસના 70 ગામોને નર્મદાનું શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડતા સિદ્ધિ સરોવરમાં હવે નવો વિવાદ સર્જાયો માર્ગ અને મકાન વિભાગે પાટણ નગરપાલિકા પાસે હાઈવે પરના વરસાદી પાણીના નિકાલ માટે સિદ્ધિ સરોવરનો ઉપયોગ કરવાની મંજૂરી માગી. સુદામા ચોકડીથી સંખારી ત્રણ રસ્તા સુધીના હાઈવેના રિસરફેસિંગ કામ માટે આ યોજના વિચારવામાં આવી આ માટે હાઈવેની બંને બાજુ આરસીસી બોક્સ વોટર ડ્રેન બનાવવાનું આયોજન જો કે, આ યોજના સામે ગંભીર પ્રશ્નો ઉભા થયા.

Patan Narmada Water Purification Center Rainwater Discharge Dispute 70  Villages Drinking Water Siddhi Sarovar Highway Rainwater Discharge Plan |  પાટણમાં નર્મદાના પાણીના શુદ્ધિકરણ કેન્દ્રમાં વરસાદી પાણી ...

સિદ્ધિ સરોવર પહેલેથી જ અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. લોકો નહેરમાં કપડાં ધોવા, વાહનો ધોવા અને સ્નાન કરવા જેવી પ્રવૃત્તિઓ કરે વળી, તળાવમાં પૂજા સામગ્રી અને અન્ય અશુદ્ધ પદાર્થો ફેંકવામાં આવે. મહત્વની વાત એ છે કે સિદ્ધિ સરોવર નગરપાલિકાની માલિકીનું નથી, પરંતુ સરકાર હસ્તક છે. આથી માર્ગ મકાન વિભાગે આ યોજના માટે કલેક્ટરનો અભિપ્રાય લેવો જરૂરી.

Rs 4.25 crore approved for development of Siddhi Sarovar in Patan | પાટણનાં  સિધ્ધિ સરોવરનાં વિકાસ માટે 4.25 કરોડની મંજૂરી: સરકારની 'અમૃત-20' યોજના હેઠળ  હવે પાલિકાને ટેન્ડર ...

માર્ગ મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેરે 10 દિવસ પહેલા નગરપાલિકા પાસે અભિપ્રાય માગ્યો આ યોજના સુધીના વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે પાઇપલાઇન મારફતે સિદ્ધિ સરોવરમાં પાણી ઠાલવવાનું આયોજન. આ બાબતે પાલિકા પ્રમુખ હિરલ બેન પરમારે જણાવ્યું કે માર્ગ મકાન વિભાગે સિદ્ધિ સરોવરમાં વરસાદી પાણી નિકાલ માટેનો અભિપ્રાય માંગ્યો અમે કોઈ મંજૂરી આપવાના નથી પણ સાથે બેસી અન્ય જગ્યાએ પાણી નિકાલની વેવસ્થા કરવા ચર્ચા વિચારણા કરીશું તેમ જણાવ્યું .

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0