ગરવી તાકાત મહેસાણા : સંકેત ગોસ્વામીએ અમદાવાદ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવતાં જીવનમાં ઊંચી ઉડાન ભરે તે પહેલાં જ પરિવારનાં સપનાં રોળાઇગયાં આ દુર્ઘટનાના પાંચમા દિવસ સોમવારે સાંજે સંકેતનો મૃતદેહ વતન ખેરવા સિદ્ધનાથ મહાદેવવાસ સ્થિત સ્વગૃહે લવાતાં દાદા, માતા, પિતા સહિત પરિવારજનો અને આખુ ગામ ચોધાર આંસુએ રડી પડ્યાં.
![]()
સાંજે યુવાન દીકરાને કાંધ આપી ત્યારે તેમના કલ્પાંતથી સૌની આંખો ભીંજાઇ ગઇ હતી. મહાદેવના મંદિર પાસે પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રખાયો હતો. તે પહેલાં આખુંય ગામ દુકાનો સહિત સ્વયંભૂ બંધ રહ્યું અહીં આખું વહીવટી અને પોલીસ તંત્ર વ્યવસ્થામાં જોડાયું હતું. સંકેતના પાર્થિવ દેહને સિદ્ધપુર મુક્તિધામ લઇ જઇ અંતિમ સંસ્કાર કરાયા હતા.


