ગરવી તાકાત મહેસાણા : મહેસાણા શહેરમાં સોમવારે બપોરે પોણા કલાકમાં પોણા ઇંચ વરસાદ ખાબક્યો જેને લઇ 20થી વધુ સ્થળોએ રસ્તામાં પાણી ભરાઇ ગયાં મનપાની ટીમોએ ચાલુ વરસાદમાં ઢાંકણાં ખોલી પાણીના નિકાલ માટે કવાયત કરી ગોપીનાળાનો એક ભાગ અડધો કલાક બંધ રહેતાં બીજો ભાગ વન વે રહ્યો જ્યારે ત્રણ રસ્તામાં પાઇપલાઇન નાખી કરાયેલ માટીપુરાણ ધોવાઇ જતાં કિચડ થયો જેમાંથી લોકોને પસાર થવું પડ્યું તો કેટલાક વાહન ફસાઇ જતાં બંધ પડ્યાં. શહેરમાં 3 થી 4 વાગ્યા સુધીમાં 17 મીમી વરસાદ પડ્યો.

જેમાં મામલતદાર રોડ, કલેક્ટર બંગ્લોઝ રોડ અને નાગરિક બેંક સાઈડ ભરાયેલા વરસાદી પાણીનો મનપાની ટીમ દ્વારા ગટરની ઢાંકણાં ખોલીને નિકાલ કરાતાં ઓસરી ગયાં જનતા સુપર માર્કેટ સાઈડ ગોપીનાળાનો ભાગ પાણી ભરાતાં અડધો કલાક બંધ રહ્યો જોકે પમ્પિંગ બાદ પાણી ઓસરી જતાં ફરી રાબેતા મુજબ ચાલુ થયો વિસનગર લીંક અને ગાંધીનગર લીંક રોડ પાણીનો વરસાદી લાઇનથી નિકાલ થઇ ગયો માનવ આશ્રમ નજીક વિસનગર લિંક રોડ પર જતા રસ્તા સાઇડની કાચી નહેર છલોછલ થતાં પાણી રસ્તા પર આવ્યું હતું. રાધનપુર રોડ પર કાશી વિશ્વનાથ મંદિરથી પાંચોટ તરફની,

વરસાદી લાઇનમાં હાલ ગોલ્ડન સ્કવેરથી સૌંદર્ય સિલ્વર બંગ્લોઝ સુધી કામ ચાલુ હોઇવન વેનાલીધે ટ્રાફિક થયો અહીંની 10જેટલી સોસાયટી, કોમ્પલેક્ષને માટીના કારણે કિચડ થતાં આવન જાવન માંતકલીફ સર્જાઇ સૌંદર્ય સિલ્વર બંગ્લોઝ આગળ એક વાહન માટીમાં ફસાઈને બંધ પડ્યું બંસરી ટાઉનશીપ, શૈલજા ગ્રીન સહિત સોસાયટી આગળ કિચડ થયો આરૂષ આઇકોન રોડ પર પાણી ભરાયા જ્યારે માનવ આશ્રમજીલ કોમ્પલેક્ષ નજીક કીર્તિસાગર નજીક દશસોસાયટીના રસ્તામાંકલાકો સુધી પાણી ભરાઇ રહેતાં લોકોને હાલાકી વેઠવી પડી.


