ઇડર તાલુકાના બડોલી ગામમાં ગ્રામ પંચાયત ચૂંટણીનો જંગ જામી રહ્યો છે, જ્યાં વિવિધ વોર્ડમાં ઉમેદવારો પોતાની જીત માટે પ્રયત્નો કરી રહ્યા છે. ત્યારે વોર્ડ નં.11માં સંજયકુમાર વસંતલાલ નાયક બિનહરીફ જાહેર થતા વિજય થયો છે.
વિજયની ખુશીમાં સંજય નાયકે લાડાબાવજી મંદિર ખાતે દર્શન કર્યા હતા અને માતાજી સમમાતા ના આશીર્વાદ લીધા હતા. મંદિરના પૂજારી જયંતીલાલ મહારાજ દ્વારા તેમને વિજયની શુભેચ્છાઓ પાઠવી હતી તથા ભવિષ્યમાં લોકસેવા માટે આશીર્વાદ આપ્યા હતા
આ પ્રસંગે સંજય નાયકએ જણાવ્યું હતું કે, ગામના જનતાને સાચો ન્યાય મળવો જોઇએ એ જ મારો મુખ્ય ધ્યેય રહેશે. ભરોસો મૂકનાર તમામ મારા વોર્ડ ના રહીશો અને ગ્રામજનોનો હું હૃદયપૂર્વક આભારી છું.
ગામમાં હવે આગામી ચરણની ચૂંટણીને લઈ ચરમસીમાએ ગરમાવો વધતો જોવા મળી રહ્યો છે. સરપંચો અને વોર્ડ સભ્યો માટે ચુંટણી નો માહોલ જામ્યો છે સંજયભાઈ નાયક આ માહોલ પહેલા જ બિન હરીફ ચુંટાઈ આવ્યા હતા તેથી તેવો આ માહોલ પહેલા જ ખુશી ના માહોલ માં જોવા મળી રહ્યા છે.
ગરવી તાકાત રાકેશ નાયક ,ઇડર


