ગરવી તાકાત બનાસકાંઠા : આઠ વર્ષ બાદ અંબાજીમાં યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણી માટે પોલીસ તંત્ર સજ્જ બન્યું છે. ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે એએસપી સુમન નાલાના નેતૃત્વમાં વિશેષ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે.

દાંતા ડિવિઝનના એએસપી સુમન નાલા, અંબાજી પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સ્ટાફે અંબાજીના મુખ્ય બજારોમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું છે. પોલીસ વાહનો સાથે કરવામાં આવેલા આ પેટ્રોલિંગનો મુખ્ય હેતુ ચૂંટણી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે છે.

ગુજરાતમાં લગભગ સવા આઠ હજાર જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાનાર છે. અંબાજીમાં સરપંચ અને સભ્ય પદના ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આઠ વર્ષના લાંબા સમય બાદ યોજાઈ રહેલી આ ચૂંટણીને લઈને સમગ્ર અંબાજીમાં ચૂંટણીલક્ષી માહોલ જામ્યો છે.


