અમદાવાદ પ્લેન ક્રેશમાં કડીના 71 વર્ષીય વૃદ્ધનું પ્લેન દુર્ઘટનામાં મોત….

June 13, 2025

ગરવી તાકાત મહેસાણા : અમદાવાદમાં એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થવાની દુર્ઘટનામાં કડીના રતિલાલ અંબાલાલ પટેલ સવાર 71 વર્ષીય રતિલાલ પટેલ લંડનમાં રહેતા પુત્રને મળવા જઈ રહ્યા હતા. રતિલાલ પટેલ હાલમાં દેત્રોજ રોડ પર આવેલી ત્રિભુવન સોસાયટીમાં રહેતા હતા. તેમના ત્રણ પુત્રોમાંથી એક પુત્ર તેજસ છેલ્લા 18 વર્ષથી યુકેમાં સિટીઝન તરીકે રહે બીજો પુત્ર છેલ્લા ત્રણ વર્ષથી અમેરિકામાં વસવાટ કરે.

યુકેમાં રહેતા તેમના પુત્ર તેજસે નવું મકાન ખરીદ્યું હોવાથી પિતાને મળવા બોલાવ્યા હતા. રતિલાલ પટેલ ગુરુવારે સવારે 9 વાગે ઘરેથી નીકળ્યા હતા અને બપોરે 1 વાગ્યાની ફ્લાઈટમાં પ્રવાસ કરી રહ્યા હતા.

વિમાન અમદાવાદના મેઘાણીનગર IGP પાસે એક બિલ્ડિંગ સાથે અથડાતાં દુર્ઘટના સર્જાઈ હતી. દુર્ઘટનાની જાણ થતાં જ પરિવારજનો અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. રતિલાલ પટેલના ભાઈ કનુભાઈએ જણાવ્યું કે તેમના ભાઈ નવું મકાન જોવા અને પુત્રને મળવા માટે લંડન જઈ રહ્યા હતા.

Ahmedabad Air India Crash Ratilal Patel Death | વિમાન દુર્ઘટનામાં કડીના  વૃદ્ધ સવાર હતા: 71 વર્ષીય પિતા એર ઈન્ડિયાની ફ્લાઈટથી લંડનમાં નવું ઘર લેનાર  પુત્રને મળવા ...

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0