વિસનગરના કડા ગામે કેરીના ટુકડા બાબતે બે જૂથ વચ્ચે મારામારી, 7 સામે ફરિયાદ

June 11, 2025

ગરવી તાકાત મહેસાણા : વિસનગર તાલુકાના કડા ગામે સિદ્ધેશ્વરી માતાના મંદિર સામે પાર્લર આગળ કેરીના ટુકડા બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું પોલીસે બંને પક્ષોની ફરિયાદના આધારે કુલ 7 વ્યક્તિઓ સામે ગુનો નોંધ્યો પ્રથમ ફરિયાદી પૃથ્વીસિંહ ચાવડાના જણાવ્યા મુજબ, તેઓ જયપાલસિંહ સાથે પાર્લર આગળ કેરી ખાતા હતા.

આ દરમિયાન ગુંજન પરમારે કેરીનો એક ટુકડો લઈ ખાધો  આ બાબતે થયેલી ટકોર બાદ ગુંજન ઘરે ગયો અને જયેશ પરમાર તથા દિનેશકુમાર પરમારને લઈને પાછો આવ્યો ત્રણેય શખ્સોએ લોખંડની પાઈપ અને ધોકા વડે હુમલો કર્યો વચ્ચે પડેલા જયપાલસિંહ અને જૈમિન રાવલને પણ મારવામાં આવ્યા. બીજી તરફ, ગુંજન પરમારે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તેમનો હાથ ટેબલ પરની વસ્તુને અડી જતાં

જયપાલસિંહે જાતિ વિષયક અપમાનજનક શબ્દો કહ્યા. ત્યારબાદ જયપાલસિંહ, પૃથ્વીસિંહ, જૈમિન રાવલ અને રાજપાલસિંહે તેમને માર માર્યો. ગુંજને ઘરે જઈને આ વાત કરતાં તેના ભાઈ જયેશ અને કુટુંબી દિનેશભાઈ ઠપકો આપવા ગયા, ત્યારે તેમને પણ મારવામાં આવ્યા. પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0