બનાસકાંઠા : બનાસ ડેરી અને GCMMFના સંયુક્ત ઉપક્રમે બનાસ ડેરીના મુખ્ય પરિસરમાં દૂધ દિન અને મહિલા જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમની અધ્યક્ષતા ચેરમેન શંકર ચૌધરીએ કરી. વડગામ અને પાલનપુર તાલુકાની બહેનો તથા પશુપાલકોએ કાર્યક્રમમાં ભાગ લીધો. કાર્યક્રમમાં શ્રેષ્ઠ દૂધ ઉત્પાદકો અને વીમા યોજનાના લાભાર્થીઓને ચેક અર્પણ કરવામાં આવ્યા.

ચેરમેને જણાવ્યું બનાસ ડેરી પશુપાલન ક્ષેત્રે નવું મોડેલ વિકસાવી રહી આ મોડેલ આગામી દશકમાં બનાસકાંઠાને વૈશ્વિક સ્તરે ઓળખ અપાવશે. કાંકરેજ ગૌવંશના સંવર્ધન માટે NDDB સાથે એમ્બ્રિયો ટ્રાન્સફર ટેક્નોલોજી શરૂ કરાઈ દામા સીમેન સ્ટેશન ખાતે ગૌસોર્ટ ટેક્નોલોજી આધારિત સોર્ટિંગ મશીન કાર્યરત ભીલડી ખાતે BBBRC પ્રોજેક્ટ વૈજ્ઞાનિક પશુપાલન ક્ષેત્રે નવી દિશા આપે.

બનાસ ડેરી વિશ્વમાં દૂધના શ્રેષ્ઠ ભાવ ચુકવનારી સંસ્થા તરીકે જાણીતી બનાસકાંઠા જિલ્લો દૂધ ઉત્પાદન ઉપરાંત શિક્ષણ, આરોગ્ય, જળસંચય અને પર્યાવરણ ક્ષેત્રે પણ અગ્રેસર છે. કાર્યક્રમમાં પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર, બનાસ ડેરીના નિયામકમંડળના સભ્યો, અધિકારીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં મહિલા પશુપાલકો હાજર રહ્યા.


