વિસનગર : વિસનગર શહેરમાં ચાલી રહેલા વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા માટે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે આજે ઓચિંતી મુલાકાત લીધી તેમણે ઓવરબ્રિજ, વરસાદી પાણીની કેનાલ, ગટરલાઈન અને વીજ કંપનીના અંડરગ્રાઉન્ડ કેબલિંગના કામની પ્રગતિનું નિરીક્ષણ કર્યું.

શહેરમાં દેણપ રોડ, ગંજબજારથી કાંસા ચોકડી અને રામદેવપીર સુધી અનેક પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા આમાં વરસાદી પાણીની પાઈપલાઈન, ગૌરવપથનું નવીનીકરણ અને જીયુડીસી દ્વારા ભૂગર્ભ ગટર યોજના ફેઝ-2નો સમાવેશ થાય છે. આઈટીઆઈ ફાટક પર ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય પણ પ્રગતિમાં છે.

ચોમાસાની સીઝન નજીક આવતા, મંત્રીએ શિર્ડીનગર, દેણપ રોડ, કાંસા રોડ અને ગૌરવપથ વિસ્તારની મુલાકાત લીધી. તેમણે સ્થાનિક રહીશોની સમસ્યાઓ સાંભળી અને અધિકારીઓને તાત્કાલિક નિરાકરણ લાવવાની સૂચના આપી.

મંત્રીએ તમામ એજન્સીઓના કોન્ટ્રાક્ટર્સ અને અધિકારીઓને વિકાસ કાર્યોમાં ગુણવત્તા જાળવવાની તાકીદ કરી. ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા 11 કે.વી. લાઈનના અંડરગ્રાઉન્ડ કેબલિંગના કામની પણ સમીક્ષા કરવામાં આવી.


