કડી : કડી અને વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણી 19 જૂને યોજાશે. આ ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ચૂંટણીનું પરિણામ 23 જૂને જાહેર થશે. આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવીએ કડી બેઠક માટે ઉમેદવારની જાહેરાત કરી. પાર્ટીએ કડી તાલુકાના ખાવળ ગામના જગદીશભાઈ ચાવડાને ટિકિટ આપી છે.

જગદીશભાઈ પાર્ટીના અનુસૂચિત જાતિના પ્રદેશ અધ્યક્ષ છે. કોંગ્રેસ સિવાયની તમામ પાર્ટીઓએ મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરી દીધું છે. જગદીશભાઈ લાંબા સમયથી આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છે. તેઓ રાષ્ટ્રીય દલિત મંચ સાથે પણ સક્રિય છે. વિદ્યાર્થીઓ, મહિલાઓ અને ખેડૂતોના હિતો માટે જન આંદોલનમાં અગ્રેસર રહ્યા છે.


