મહેસાણા : મહેસાણા જિલ્લા કલેક્ટર એસ.કે. પ્રજાપતિની અધ્યક્ષતામાં આરોગ્યલક્ષી કાર્યક્રમોની સમીક્ષા બેઠક યોજાઈ. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડૉ. હસરત જૈસમીન પણ ઉપસ્થિત રહ્યા સમીક્ષા બેઠકમાં વડનગરની મેડિકલ કોલેજ, જનરલ હોસ્પિટલ, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને તમામ સામુહિક આરોગ્ય કેન્દ્રોના અધિક્ષકોએ હાજરી આપી. બેઠકમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, બિનચેપી રોગ, ટીબી,

પ્રસૂતિ, સંચારી રોગો અને કોરોના અંગે પૂર્વ તૈયારીઓની ચર્ચા. કલેક્ટરે PM-JAY યોજના અંતર્ગત વધુમાં વધુ લાભાર્થીઓને આવરી લેવા સૂચના આપી. સરકારી હોસ્પિટલોમાં સગર્ભા મહિલાઓની પ્રસૂતિ વધારવા પર ભાર મૂક્યો જિલ્લા વિકાસ અધિકારીએ ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને કેન્સર માટે વ્યાપક સ્ક્રીનિંગની સૂચના આપી.

કોરોના કેસોને ધ્યાનમાં રાખી તમામ આરોગ્ય કેન્દ્રોમાં તાત્કાલિક સેવાઓની વ્યવસ્થા કરવા જણાવ્યું. આરોગ્યલક્ષી માહિતીનો પ્રચાર સોશિયલ મીડિયા દ્વારા કરવાનું પણ નક્કી થયું. બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. બી.બી. સોલંકી, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જી.બી. ગઢવી, સિવિલ સર્જન ડૉ. ગોપીબેન પટેલ સહિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


