પાટણ : પાટણના દુનાવાડા ગામ નજીક રાત્રે એક કારે બાઈકને ટક્કર મારતાં એક મહિલાનું મોત નિપજ્યું. દુનાવાડા ગામના દાડમબેન પરમાર (36), તેમના પતિ નરોત્તમભાઈ અને સાસુ ચંપાબેન પાટણથી પરત ફરી રહ્યા હતા. રાત્રે પોણા દસ વાગ્યે ત્રણેય જણા બાઈક પર દુનાવાડા જવા નીકળ્યા હતા. ઋષિવન ફાર્મ હાઉસ પાસે પહોંચતા સામેથી આવતી કારના પ્રકાશથી બાઈક ચાલક નરોત્તમભાઈ અંજાઈ ગયા હતા. તેઓ બાઈક રોકવાનો પ્રયાસ કરે તે પહેલા કારે બાઈકને ટક્કર મારી હતી.
અકસ્માતમાં ત્રણેય જણા રોડની સાઈડે પટકાયા હતા. નજીકના ફાર્મ હાઉસમાંથી બે વ્યક્તિઓએ મદદે આવી ઘટનાની જાણ ગામમાં કરી હતી. ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે પાટણની ધારપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ચંપાબેનને ગંભીર ઈજાઓ થતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. મૃતકની પુત્રવધુએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.