મહેસાણાના મોઢેરા રોડ વરસાદી લાઇનના કામની ફાઈલ અધિકારીએ પડી રાખતાં ધારાસભ્ય ભડક્યા

May 19, 2025

મહેસાણા : મોઢેરા રોડ પર દર ચોમાસામાં ભરાઈ રહેતા વરસાદી પાણીના નિકાલ માટે ધારાસભ્ય મુકેશ પટેલે મુખ્યમંત્રી પાસે અહીં પાઇપ લાઇન નાખવા માટે સ્પેશિયલ ગ્રાન્ટ મંજૂર કરાવી હતી. પાઇપ લાઇનના કામનો પ્લાન એસ્ટીમેટ બનાવીને માર્ગ-મકાન વિભાગે તે ફાઈલ તાંત્રિક મંજૂરી માટે સરકારમાં મોકલવાની હોય છે. ચોમાસા પૂર્વે આ કામગીરી ચાલુ થઈ જાય તે આશયથી ધારાસભ્યએ માર્ગ-મકાનના અધિકારીઓને ટેલીફોનિક વાત કરી સૂચના આપી હોવા છતાં પણ સરકારમાં આ ફાઈલ ઝડપી મોકલવાને બદલે સુપ્રિન્ટેન્ડેન્ટ એન્જિનિયરે 15 દિવસ સુધી પોતાના ટેબલ ઉપર પડી રાખતાં ધારાસભ્ય ભડક્યા અને અધિકારીઓ ઉપર ગુસ્સો ઠાલવતાં તેમણે કલેક્ટરને તુરંત તે અધિકારીને ફોન કરીને ખુલાસો માગવા કહ્યું. જોકે, કલેક્ટરે અમે લેખિત ખુલાસો માંગીશું કહી શાંત કર્યા.

શનિવારે કલેક્ટર શૈલેશભાઈ પ્રજાપતિના અધ્યક્ષ સ્થાને મળેલી જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં માત્ર સી.જે. ચાવડા અને મુકેશ પટેલ સિવાય એક પણ ધારાસભ્યએ પ્રશ્નો રજૂ કર્યા ન હતા. પરંતુ, મુકેશ પટેલ દ્વારા મોઢેરા રોડ પરના વિકાસના કામની ફાઈલ અધિકારી દ્વારા મૂકી રાખવા મામલે અધિકારી પર ગરમ થયા બાદ ઊંઝાના કે.કે. પટેલ, બહુચરાજીના સુખાજી ઠાકોર, ખેરાલુના સરદાર ચૌધરી સહિતે પ્રજાહિતના પ્રશ્નો અને કામો અંગે અધિકારીઓને વારંવાર ફોન કર્યા પછી પણ કામો થતાં ન હોવાનો બળાપો ઠાલવ્યો. સી.જે. ચાવડાના પ્રશ્નના જવાબમાં કાર્યપાલક ઇજનેરે સોખડા અને ગોવિંદપુરામાં ટયુબવેલની દરખાસ્તની કામગીરી થઈ રહી છે. કોલવડા ગામે વહીવટી મંજૂરી મળ્યા બાદ ખણુંસામાં ફિઝિબિલિટી રિપોર્ટ મેળવ્યા બાદ દરખાસ્ત કરાશેનો જવાબ અપાયો હતો.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0