સાબરકાંઠા : BZના નામે પોન્ઝી સ્કીમમાં CIDમાં ફરિયાદ બાદ તપાસ સાથે કાર્યવાહી કરાઇ હતી અને ધરપકડનો દોર શરૂ થયો હતો. બીજી તરફ BZની મિલકતો ટાંચમાં લેવા માટે 9 તાલુકાના મામલતદારને નાયબ કલેક્ટરે આજે 14મેના લેખિત આદેશ કર્યા.આ અંગેની વિગત એવી છે કે, સાબરકાંઠા ,અરવલ્લી સહિત રાજ્યભરમાં પોન્ઝી સ્કીમ મસમોટું વળતર અને વ્યાજ આપી લોકોને એજન્ટો દ્વારા ફેલાવો વધાર્યો હતો.
ત્યારે આ અંગે CIDમાં ફરિયાદ થયા બાદ એક્શનમાં આવીને CIDએ તપાસ શરૂ કરી BZની ઓફિસો પર રેડ કરી કાર્યવાહી શરૂ કરી હતી. તો મુખ્ય સૂત્રધાર ભુપેન્દ્રસિંહ ઝાલા સહિત એજન્ટો સામે ગુનો નોંધી ધરપકડનો દોર શરૂ કર્યો હતો.
નાયબ કલેક્ટરના આદેશથી BZના મૂખ્ય ભૂપેન્દ્ર ઝાલાની મિલકતો ટાંચમાં લેવા કાર્યવાહી શરૂ કરવામાં આવી સાબરકાંઠા, અરવલ્લી અને ગાંધીનગર જિલ્લામાં આવેલી મિલકતોને ટાંચમાં લેવાશે. મિલકતો ટાંચમાં લેવા માટે નાયબ કલેકટર, મામલતદાર અને સીટી સર્વેને સહિતના અધિકારીઓને હિંમતનગર નાયબ કલેકટરે પત્ર લખ્યો છે.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર, તલોદ અને અરવલ્લી જિલ્લાના માલપુર,મોડાસા,ગાંધીનગર જિલ્લાના માણસા સહિતના મામલતદારોને કાર્યવાહી માટે પત્ર લખ્યો.આ ઉપરાંત પ્રોપર્ટી કાર્ડમાં વિગત નોંધ કરવા સીટી સર્વે સુપ્રિન્ટેડેન્ટને નાયબ કલેક્ટરે જાણ કરી. GPID એક્ટ હેઠળ રોકાણકારોને રકમ પરત અપાવવા માટે મિલ્કતો ટાંચમાં લેવાશે. જેને લઈને આ ટાંચની કાર્યવાહીથી રોકાણકારોના ફસાયેલા નાણાં પરત મળે તેની શક્યતાઓ ઉજળી થઈ છે.