ભારતીય મૂળનાં અમેરિકન અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર 9 મહિના અને 14 દિવસ પછી પૃથ્વી પર પાછાં ફર્યાં છે. તેમની સાથે ક્રૂ-9 ના બે વધુ અવકાશયાત્રીઓ

March 19, 2025

પૃથ્વી પર સૌથી પહેલા ડોલ્ફિન્સે સુનિતાનું સ્વાગત કર્યું:7 મિનિટ સંપર્ક તૂટતા દરેકના જીવ અધ્ધર થયાં, ટ્રમ્પે કહ્યું- અમે કરી બતાવ્યું; સવારે 3:27 વાગ્યે દરિયામાં લેન્ડ થયું યાન

ભારતીય મૂળનાં અમેરિકન અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર 9 મહિના અને 14 દિવસ પછી પૃથ્વી પર પાછાં ફર્યાં છે. તેમની સાથે ક્રૂ-9 ના બે વધુ અવકાશયાત્રીઓ અમેરિકાના નિક હેગ અને રશિયાના એલેક્ઝાન્ડર ગોર્બુનોવ પણ છે. તેમનું ડ્રેગન અવકાશયાન 19 માર્ચે ભારતીય સમય મુજબ સવારે 3:27 વાગ્યે ફ્લોરિડાના દરિયામાં લેન્ડ થયું.

આ ચાર અવકાશયાત્રીઓ મંગળવારે (18 માર્ચ) ના રોજ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS)થી રવાના થયા હતા. જ્યારે અવકાશયાન પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ્યું ત્યારે તેનું તાપમાન 1650 ડિગ્રી સેલ્સિયસને વટાવી ગયું. આ સમય દરમિયાન લગભગ 7 મિનિટ સુધી સંપર્ક તૂટી ગયો હતો.

ડોલ્ફિન્સે કર્યું સુનિતા વિલિયમ્સ સહિત 4 એસ્ટ્રોનોટ્સનું સ્વાગત, મસ્કે શેર કર્યો વીડિયો

સ્પેસ સ્ટેશનથી પૃથ્વી પર પાછા ફરવામાં 17 કલાક લાગ્યા

ડ્રેગન કેપ્સ્યુલને અલગ કરવાથી લઈને દરિયામાં ઉતરાણ સુધી લગભગ 17 કલાક લાગ્યા. 18 માર્ચે સવારે 8:35 વાગ્યે, સ્પેસક્રાફ્ટ હેચ થયું, એટલે કે દરવાજો બંધ થઈ ગયો. 10:35 વાગ્યે અવકાશયાન ISSથી અલગ થઈ ગયું.

ડીઓર્બિટ બર્ન 19 માર્ચના રોજ સવારે 2:41 વાગ્યે શરૂ થયું. એટલે કે, અવકાશયાનનું એન્જિન ભ્રમણકક્ષાથી વિરુદ્ધ દિશામાં ફાયર કરવામાં આવ્યું હતું. આના કારણે અવકાશયાન પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ્યું અને સવારે 3:27 વાગ્યે ફ્લોરિડાના દરિયાકાંઠે પાણીમાં ઊતર્યું.

સ્પેસસ્ટેશનથી પૃથ્વી પર લેન્ડ થવા સુધીની તસવીરો…

સ્પેસડાઉન પછી રિકવરી વેસલમાં ચારેય એસ્ટ્રોનોટ્સનું સ્પેસક્રાફ્ટ
સ્પેસડાઉન પછી રિકવરી વેસલમાં ચારેય એસ્ટ્રોનોટ્સનું સ્પેસક્રાફ્ટ જ્યારે અવકાશયાન પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ્યું ત્યારે તેનું તાપમાન 1650 ડિગ્રી સેલ્સિયસને વટાવી ગયું. આ સમય દરમિયાન થોડા સમય માટે સંદેશાવ્યવહાર બંધ રહ્યો હતો. ડ્રેગન કેપ્સ્યુલને અલગ કરવાથી લઈને ફ્લોરિડાના દરિયામાં ઉતરાણ સુધી લગભગ 17 કલાક લાગ્યા. ફ્લોરિડા કિનારે કેપ્સ્યુલ છલકાતાની સાથે જ, અવકાશયાત્રીઓનું ઘરે પાછા સ્વાગત કરતા અનેક ડોલ્ફિન તેની આસપાસ તરતા જોવા મળ્યા.
ડ્રેગન અવકાશયાનના સ્પ્લેશડાઉન પછી, ચાર અવકાશયાત્રીઓને લેવા માટે એક રિકવરી બોટ આવી.
ડ્રેગન અવકાશયાનના સ્પ્લેશડાઉન પછી, ચાર અવકાશયાત્રીઓને લેવા માટે એક રિકવરી બોટ આવી.
ડ્રેગન અવકાશયાન 19 માર્ચે બપોરે 3:27 વાગ્યે ફ્લોરિડાના દરિયાકાંઠે લેન્ડ થયું
સ્પેસક્રાફ્ટમાં બેસવાની તૈયારી કરી રહેલા અવકાશયાત્રીઓનો ફોટો.
સ્પેસક્રાફ્ટમાં બેસવાની તૈયારી કરી રહેલા અવકાશયાત્રીઓનો ફોટો.
ડ્રેગન અવકાશયાન આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન પર હાર્મની મોડ્યુલના પોર્ટથી અલગ થયું.
ડ્રેગન અવકાશયાન આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન પર હાર્મની મોડ્યુલના પોર્ટથી અલગ થયું.

8 દિવસના મિશન પર ગયા, પણ તેમાં 9 મહિનાથી વધુ સમય લાગ્યો

સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર બોઇંગ અને નાસાના 8 દિવસના સંયુક્ત ‘ક્રૂ ફ્લાઇટ ટેસ્ટ મિશન’ પર ગયાં હતાં. આ મિશનનો હેતુ બોઇંગના સ્ટારલાઇનર અવકાશયાનની અવકાશયાત્રીઓને અવકાશ મથક પર લઈ જવા અને ત્યાંથી પાછા ફરવાની ક્ષમતાનું પરીક્ષણ કરવાનો હતો.

અવકાશયાત્રીઓએ અવકાશ મથક પરના તેમના 8 દિવસ દરમિયાન સંશોધન અને અનેક પ્રયોગો પણ કરવા પડ્યા. પરંતુ થ્રસ્ટરમાં સમસ્યા બાદ, તેમનું 8-દિવસનું મિશન 9 મહિનાથી વધુ લંબાવવામાં આવ્યું.

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0