ગૌ આધારિત ઉદ્યોગો: ગ્રામ થી ગ્લોબલ સુધી

March 18, 2025

            ભારતનું ગ્રામિણ જીવન ગાય સાથે ગાઢ રીતે જોડાયેલું છે. ગાય માત્ર ધાર્મિક શ્રદ્ધાનું કેન્દ્રબિંદુ નથી, પણ ભારતના કૃષિ આધારિત અર્થતંત્ર માટે મહત્વપૂર્ણ સ્તંભરૂપ છે. પ્રાચીન સમયથી જ ગૌ આધારિત ઉત્પાદનો જેવા કે દુધ, ઘી, દહીં, ગોબર, ગોમૂત્ર અને પંચગવ્યનો ઉપયોગ ખેતી, આરોગ્ય અને આધ્યાત્મિક જીવન માટે થાય છે. આજના સમયમાં પણ, જ્યારે કૃત્રિમ અને રાસાયણિક ઉત્પાદનોથી તંદુરસ્તી અને પર્યાવરણ માટે જોખમ ઉભું થયું છે, ત્યારે ગૌ આધારિત ઉદ્યોગો ફરીથી કેન્દ્રમાં આવ્યા છે.

           ગ્રામિણ ભારતમાં ગૌ આધારિત ઉદ્યોગો સ્થાનિક અર્થતંત્ર માટે આવકનું મહત્વનું સ્ત્રોત બની રહ્યા છે. નાના ગૌશાળા સંચાલકો, દુધ ઉત્પાદકો, અને પંચગવ્ય ઉત્પાદકો રોજગાર અને આત્મનિર્ભર જીવનશૈલી તરફ આગળ વધી રહ્યા છે. મહિલાઓ અને યુવાનો માટે ગૌ આધારિત પ્રવૃત્તિઓ રોજગાર પૂરો પાડે છે, જેમા દુધ પ્રોસેસિંગ, દહી-ઘી ઉત્પાદન, કાઉડંગ ( ગોબર )માંથી ગોબર પેઇન્ટ, પ્લાસ્ટર, કલર, બ્રીક્સ,પ્લાયવુડ, ટાઇલ્સ, પેપર અને સ્મશાન માટેના લાકડાંની અવેજીમાં ગોબર લાકડી માટે વિશાળ માર્કેટ ઉપલબ્ધ થઈ રહ્યું છે. ગોબર, ગૌમૂત્રમાંથી બાયોફ્યુલ જેવા કે, બાયોગેસ, સી.એન.જી, CO2,હાઈડ્રોજન ઉત્પાદન કરી ફેક્ટરીઓને સપ્લાય થઈ રહ્યા છે.

            આ ઉદ્યોગોનો વિકાસ હવે માત્ર સ્થાનિક બજાર પૂરતો મર્યાદિત નથી રહ્યો. આજે ઓર્ગેનિક કૃષિ, પંચગવ્ય આધારિત આયુર્વેદિક દવાઓ, કુદરતી કોસ્મેટિક્સ, ગૌઘૃત આધારિત ફૂડ પ્રોડક્ટ્સ વગેરે માટે આંતરરાષ્ટ્રીય સ્તરે વિશાળ માંગ ઉભી થઈ છે. ખાસ કરીને આરોગ્યસંપન્ન જીવનશૈલી અપનાવતી પાશ્ચાત્ય સંસ્કૃતિઓમાં ભારતીય ગૌ ઉત્પાદનો પ્રત્યે વધતી સમજણ અને જાગરૂકતા  છે.

            સરકાર અને વિવિધ સંસ્થાઓ દ્વારા ગૌ ઉદ્યોગોને ટેકો આપવા માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. સરકાર અને વિવિધ સંસ્થાઓ ગૌ આધારિત ઉદ્યોગોને ટેકનિકલ તાલીમ, મૂડી સહાય અને માર્કેટિંગ સપોર્ટ પૂરો પાડી રહી છે. સહકારી મંડળીઓ અને MSME ક્ષેત્ર પણ ગૌ ઉત્પાદન પ્રોસેસિંગ અને નિકાસમાં જોડાઈ રહ્યું છે.

            ટેકનોલોજીનો ઉપયોગ કરીને ગૌ આધારિત ઉદ્યોગોને ઓનલાઇન પ્લેટફોર્મ, ઈ-કોમર્સ અને બ્રાન્ડિંગની દિશામાં આગળ ધપાવવામાં આવી રહ્યા છે. ઘણા સ્ટાર્ટઅપ્સ તથા યુવા ઉદ્યોગપતિઓ હવે ગૌ આધારિત હેલ્થ અને ઓર્ગેનિક પ્રોડક્ટસને વૈશ્વિક સ્તરે લોન્ચ કરી રહ્યા છે, જે ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘વોકલ ફોર લોકલ’ અભિયાનને પણ વધુ બળ આપે છે.

            આ રીતે, ગૌ આધારિત ઉદ્યોગો “ગ્રામથી ગ્લોબલ” સુધી પોતાની ઓળખ બનાવી રહ્યાં છે. આ ઉદ્યોગો માત્ર આર્થિક વિકાસ પૂરતા મર્યાદિત નથી, પણ પર્યાવરણ, સ્વાસ્થ્ય, આત્મનિર્ભરતા અને સંસ્કૃતિનું સંરક્ષણ પણ સુનિશ્ચિત કરે છે. ભારતની પરંપરા અને નવીનતાનો સંગમ ગૌ આધારિત ઉદ્યોગો મારફતે સમગ્ર વિશ્વમાં ભારતીય મૂલ્યો અને સમૃદ્ધિનો વિસ્તાર કરી રહ્યા છે.

            આ દિશામાં યુવાઓને માર્ગદર્શન આપવા રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ ડો.વલ્લભભાઈ કથીરિયાની અધ્યક્ષતમા ગ્લોબલ કન્ફેડરેશન ઑફ કાઉ બેઝ્ડ ઇન્ડસ્ટ્રીઝ (GCCI)ની શરૂઆત કરવામાં આવી છે. જે વૈશ્વિક સ્તરે ગૌ આધારિત ઉદ્યોગોનો વિકાસ અને પ્રોત્સાહન આપતી અગ્રણી સંસ્થા છે. GCCIનો મુખ્ય ઉદ્દેશ ગૌ આધારિત ઉત્પાદનોથી આત્મનિર્ભર ભારત તરફ આગળ વધવાનો છે. ગૌશાળાઓના સંચાલનથી લઈને ગૌ આધારિત ઉદ્યોગો સુધી, અને કુદરતી ખેતીથી લઈ પંચગવ્ય ઉત્પાદન સુધી, GCCI ગૌપ્રેન્યોરશિપના તમામ ક્ષેત્રોમાં માર્ગદર્શન, તાલીમ અને તકનીકી સપોર્ટ પૂરો પાડે છે. યુવાનો, મહિલાઓ અને ગૌપ્રેમીઓ માટે વિવિધ સેમિનાર, વર્કશોપ, તાલીમ કાર્યક્રમો અને નેટવર્કિંગ પ્લેટફોર્મ દ્વારા GCCI તેમને સ્થાનિકથી વૈશ્વિક બજારમાં સફળતાપૂર્વક ઊભા થવા માટે માર્ગદર્શન કરે છે.

            વધુ માહિતી માટે GCCI જનરલ સેક્રેટરી શ્રી મિત્તલભાઈ ખેતાણી, તેજસ ચોટલિયા મો. 94269 18900, અને મીનાક્ષી શર્મા – મો. 83739 09295 પર સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0