મહેસાણાના બાસણામાં વીજ વાયર તૂટવાથી ખેતરમાં આગ: ઘઉંનો ઉભો પાક બળીને ખાખ
મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના બાસણા ગામમાં એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના સામે આવી છે. ગામની સીમમાં આવેલા પ્રતાપભાઈ વિરમભાઈ ચૌધરીના ખેતરમાં વીજ વાયર તૂટી પડતાં આગ લાગી હતી. દોઢ વિઘા જમીનમાં ઊભા ઘઉંના પાકમાં આગ ભભૂકી ઊઠી હતી. ખેડૂત પ્રતાપભાઈએ ચાર મહિનાની મહેનત બાદ પાક તૈયાર કર્યો હતો. પરંતુ વીજ વાયર તૂટવાની ઘટનાએ તેમની મહેનત પર પાણી ફેરવી દીધું છે.
આગની જાણ થતાં મહેસાણા ફાયર ફાઇટરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. આગને કાબૂમાં લેવામાં આવી હતી, પરંતુ ત્યાં સુધીમાં ઘઉંનો મોટો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો. આ ઘટનાથી ખેડૂતને મોટું આર્થિક નુકસાન થયું છે.



