રાજકોટ શહેરમાં શ્રી ખોડલધામ મહિલા સમિતિ દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરાઈ

March 10, 2025

રાજકોટ મનપાના મેયર શ્રીમતિ નયનાબેન પેઢડીયા અને રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ પ્રવિણાબેન રંગાણીની ઉપસ્થિતિમાં યોજાયો કાર્યક્રમ

ખ્યાતનામ હાસ્ય કલાકાર શ્રી મનસુખભાઈ વસોયાએ હાસ્યની સાથે મહિલાઓનેમાર્ગદર્શન પૂરું પાડ્યું

ાજકોટઃશ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના નેજા હેઠળ કાર્યરત શ્રી ખોડલધામ મહિલા સમિતિ-રાજકોટ દ્વારા ગત તારીખ 8 માર્ચ ને શનિવારના સાંજે 4 વાગ્યેથી રોજ વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે નારી તું નારાયણી કાર્યક્રમ અંતર્ગત વિશ્વ મહિલા દિવસની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી.શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેનશ્રી નરેશ

ભાઈ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે રાજકોટ શહેરના શ્રી સરદાર પટેલ ભવન ખાતે કાર્યક્રમનું આયોજન કરાયું હતું.કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી.

ત્યારબાદ કાર્યક્રમમાં ઉપસ્થિત રાજકોટ મહાનગરપાલિકાના મેયર શ્રીમતિ નયનાબેન પેઢડીયા, રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતિ પ્રવિણાબેન રંગાણી, રાજકોટ દક્ષિણના ધારાસભ્યશ્રી રમેશભાઈ ટીલાળા, હાસ્ય કલાકાર શ્રી મનસુખભાઈ વસોયાનું મા ખોડલની પ્રતિમા અને ખેસ પહેરાવીને શ્રી ખોડલધામ મહિલા સમિતિ- રાજકોટ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે રાજકોટ મહાનગરપાલિકાના મેયરશ્રી નયનાબેન પેઢડીયા અને રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતિ પ્રવિણાબેન રંગાણીએ પોતાના વક્તવ્યમાં ઉપસ્થિત બહેનોને પરિવારભાવના કેવી રીતે કેળવવી અને પરિવારમાં સંપ જાળવીને કેવી રીતે જીવવું તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. પોતે હાલ જે હોદ્દા પર પહોંચ્યા છે તેમાં પણ સમાજની સર્વે બહેનોનો ખૂબ જ સાથ સહકાર મળ્યો છે તેમ પણ તેમણે જણાવ્યું હતું.

આ પ્રસંગે ખ્યાતનામ હાસ્ય કલાકાર શ્રી મનસુખભાઈ વસોયાએ મહિલાઓને હાસ્યરસ પિરસ્યો હતો અને સાથે સાથે મહિલા દિવસ નિમિત્તે મહિલાઓને જીવન ઉપયોગી વાતો રજૂ કરી હતી.

શ્રી મનસુખભાઈ વસોયાએ જણાવ્યું હતું કે, આજની મહિલાઓ કરકસર કરીને પરિવારને ઉપયોગી થઈ રહી છે. તેમણે દરેક મહિલાઓને એમ પણ જણાવ્યું હતું કે, પરિવારની આવક પ્રમાણે જ ખર્ચ કરવો જોઈએ.

શ્રી મનસુખભાઈ વસોયાની હાસ્ય સાથેની હળવી વાતો સાંભળીને મહિલાઓને ખૂબ જ મજા  કાર્યક્રમ પૂર્ણ થયે સૌએ સાથે અલ્પાહાર લીધો હતો.આ કાર્યક્રમમાં રાજકોટ શહેર ઉપરાંત આસપાસના તાલુકા અને ગ્રામ્યમાંથી મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી અને કાર્યક્રમને માણ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી ખોડલધામ મહિલા સમિતિ- રાજકોટની બહેનોએ ભારે જહેમત ઉઠાવી હતી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0