કડી સ્કુલ સંચાલકોએ વિધાર્થીઓની સલામતી ના નિયમો માળીયા માં મૂકી દીધા.

March 4, 2025

👉 સ્કુલ રિક્ષા કે અન્ય વાહન ચાલકો ગાડી ની ક્ષમતા કરતા વધારે વિદ્યાર્થીઓ ને ખીચો ખીચ ભરવામાં આવે છે.

કડી શહેર તથા આજુ બાજુના ગામના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં કડી શહેર માં આવેલ અનેક ખાનગી સ્કૂલો માં અભ્યાસ કરવા માટે આવતા હોય છે પરંતુ બાળકો ની સુરક્ષા ને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. કડી માં આવેલ ખાનગી સ્કૂલ માં આવવા જવા માટે મોટાભાગના બાળકો સ્કૂલ વાન, બસ કે રિક્ષાનો ઉપયોગ કરે છે. સ્કૂલ વાન કે રિક્ષા સલામત છે કે નહીં તેને લઈને અનેક સવાલ છે. બેફામ રીતે વાહન ચાલકો પોતાની ક્ષમતા કરતા વધારે વિદ્યાર્થીઓ ને પોતાના વાહનો માં લઈ જવા માં આવતા હોય છે.

બાળકોની સલામતી અંગે તંત્રની ચિંતા નહીં! બાળકને સ્કૂલે મોકલનાર માતા-પિતા, બાળકને સ્કૂલે લઈ જનાર વાહનનો ચાલક, બાળક જે સ્કૂલમાં અભ્યાસ કરે છે, તે સ્કૂલના આચાર્ય અને સંચાલક, વાહન વ્યવહાર વિભાગ તમામને બાળકોની સલામતી અંગેનો સવાલ થતો નથી.બાળકોને ગીચોગીચ બેસાડીને વાહનો સ્કૂલ લઈ જાય છે આજે પણ બાળકો નિયમિત રીતે સ્કૂલે પહોંચ્યા છે, પરંતુ બાળકોને ગીચતા માં જ લાવવામાં આવતા હોય છે. ઠંડી, ગરમી હોય કે વરસાદ, કોઈ પણ સ્થિતિ હોય પરંતુ બાળકોની સ્થિતિ બદલાતી નથી. જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે, ત્યારે કડી માં કોઈ બનાવ બને તેની રાહ જોવાઇ રહી છે કે કેમ તે સવાલ છે.

કડી વિસ્તારમાં સ્કૂલ વાહન ચાલકોની બેદરકારી સામે આવી છે.એક ઓટો રિક્ષામાં ક્ષમતા કરતાં બમણા વિદ્યાર્થીઓને ભરીને લઈ જતો ચાલક જોવા મળ્યો છે.મળેલી માહિતી મુજબ આ ઘટના વિદ્યાર્થીઓની સુરક્ષા માટે ગંભીર ચિંતાનો વિષય બન્યો છે.રિક્ષા ચાલક નિયમોનું ઉલ્લંઘન કરી વધુ કમાણી માટે વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મૂકી રહ્યા છે. આ સમસ્યા માત્ર કડી શહેર વિસ્તાર પૂરતી સીમિત નથી, પરંતુ જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ સ્કૂલ વાહનો દ્વારા આવી બેદરકારી કરવામાં આવી રહી છે.

ભૂતકાળમાં આવી બેદરકારીના કારણે અનેક અકસ્માતો થયા છે અને કિંમતી જીવ ગુમાવવા પડયા છે. સ્થાનિક લોકોએ આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી છે.વાહન ચાલકો દ્વારા નિયમોનું પાલન ન કરવું અને બાળકોની સલામતી સાથે ચેડાં કરવા બદલ કડક પગલાં લેવાની જરૂરિયાત છે. આ ઘટના બાદ શહેરમાં સ્કૂલ વાહનોની સુરક્ષા અને નિયમોના પાલન અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. વાલીઓએ પણ પોતાના બાળકોની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરવી જોઇએ અને આ બાબતે સત્તાધીશો પાસે યોગ્ય પગલાંની અપેક્ષા રાખી છે.

જૈમિન સથવારા – કડી

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0