રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા લોકસભાની મુલાકાત લઈ તેની કાર્યવાહી લાઈવ નિહાળમાં આવી

March 1, 2025
રોટરી ક્લબ તરફથી લોકસભાનાં અધ્યક્ષ ઓમ બિરલાજીને સ્મૃતિભેટ અર્પણ કરવામાં આવી
               રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા આપણી લોકશાહીની ધરોહર અને લોકશાહીનું મંદિર એવાં લોકસભાની મુલાકાત લેવામાં આવી હતી. આ કાર્યક્રમમાં અંકલેશ્વરનાં સભ્યો તેમજ તમામ હોદ્દેદારો સાથે મળીને લોકસભાનાં અધ્યક્ષ ઓમ બિરલાજીને રૂબરૂ મળી રોટરી ક્લબ અંકલેશ્વરનાં પ્રોજેક્ટ વિશેની માહિતી આપી હતી. અત્રે તમામ સભ્યોએ સ્પીકર ગેલેરીમાં બેસીને લોકસભાની કાર્યવાહીને લાઈવ નિહાળી હતી. આ સાથે સૌએ આખી લોકસભાની કાર્યવાહી કેવી રીતે થાય છે તેનો પ્રત્યક્ષ ચિતાર મેળવ્યો હતો.
               સદર કાર્યક્રમનાં આયોજક પ્રમુખ સુનિલભાઈ નેવેનાં માર્ગદર્શન હેઠળ સૌએ રાષ્ટ્રપતિ ભવન, પ્રધાનમંત્રી મ્યુઝિયમ તેમજ મોગલ ગાર્ડનની મુલાકાત પણ લીધી હતી. કાર્યક્રમનાં પ્રોજેક્ટ ચેરમેન તરીકે હેતલ પટેલે સેવા બજાવી હતી. આ તકે રોટરીનાં તમામ સભ્યોએ પ્રમુખનાં આ આગવા આયોજનની સરાહના કરી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0