એશિયા ખંડની સૌથી મોટી ડેરી બનાસડેરી ના ચેરમેનશ્રી શંકરભાઇ ચૌધરી સાહેબના દૂરદર્શી નિર્ણય થકી પશુસવર્ધનમાં ઉતરોઉતર પ્રગતિ થઈ રહી છે.જેના ભાગ રૂપે બનાસસડેરીએ ભીલડી ખાતે 200 વીઘા જમીનમાં BBBRC,BMF અને અને ET જેવા પ્રોજેક્ટ ની શરૂઆત કરી છે.
બનાસ ડેરી સતત પશુઓ માટે ચિંતા કરતી હોય છે ત્યારે પશુઓને સારા કૃત્રિમ બીજદાન મળી રહે એ માટે હવે ઇમ્પોર્ટએડ એચ.એફ બુલ, ઉચ્ચ વંશવાલી વાળા ભેંસ અને કાંકરેજ બુલના ડોઝ મળતા થયા છે.

શું છે ઇમ્પોર્ટએડ એચ.એફ બુલના ડોઝ ના ફાયદાઓ.?* આ સાંઢ ની માતાનું વેતર નું દૂધ 15000 થી 18000 લીટર હોય છે આ ડોઝના લિધે 40થી 50 લિટર દૂધ આપતી ઉચ્ચ ઓલાદ દુધ વાળી એસ.એફ વાછરડી નો જન્મ થયો છે.
દૂધ હરીફાઈ અને સાંઢ પસંદગી લીધે પશુ ની મુલ્ય વધ્યું છે ટુંક ગાળામાં ઉચ્ચ ઓલાદ વાળા પશુના ફાર્મ નો વિકાસ થાય છે. વધુ માં બનાસડેરી ના Dr A .k.chaudhary sir દ્રારા કહેવામાં આવ્યું હતું કે બનાસડેરી દ્વારા આ ઇમ્પોર્ટએડ એચ.એફ. બુલના ડોઝ હવે આપણી બનાસડેરી માં મળતા થયા છે જેથી કરીને પશુઓને ઘણું બધું ફાયદો થયો છે પહેલાં આ ડોઝ પ્રાઇવેટ માં મળતા હતા તેમની કિંમત 2000,થી 3000, હજાર હતી જેથી કરીને કોઈ પશુપાલન આ ડોઝ નું ઉપયોગ ન કરતા હતા પણ હવે આપણી બનાસ ડેરી ના ચેરમેન શ્રી શંકરભાઈ સાહેબ ના સતત પ્રયત્નોથી હવે આપણી બનાસડેરી માં આ ડોઝ મળતા થયા છે. અને વધુ માં તમને જણાવ્યું હતું કે આ ડોઝ પ્રાઇવેટ લોકો પાસે પશુઓને ન મુકાવવું જોઈએ .
સેક્સ સોર્ટએડ ડોઝ ના લીધે 90% વાછરડી અને પાડી નો જન્મ થાય છે. બહારથી ડોઝ મુકવાથી પશુઓમાં રોગ આવવાની શક્યતાઓ રહેલી હોય છે.
આપણા ડોઝથી પશુઓ ની ગાભણ થવાની ટકાવારી ઊંચી છે.
“આજની પાડી કે વાછરડી એ આવતી કાલની ઉચ્ચ ઓલાદ ની ગાય કે ભેંસ છે.”
તસવીર અહેવાલ ભરત ચૌધરી વાવ


