નકલી મામલતદાર કચેરી, નકલી IPS-IAS , નકલી ટોલનાકા બાદ હવે આખે આખી નકલી કોર્ટનો પર્દાફાશ 

October 22, 2024

ગુજરાતમાં અત્યાર સુધી નકલી કચેરીથી લઇને નકલી પોલીસ, નકલી અધિકારી, નકલી ટોલનાકા, આખે આખી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, ક્લિનિક ચલાવતા બોગસ તબીબ ઝડપાયા હતા

સાઉથના એક ફિલ્મની જેમ અમદાવાદમાં આખે આખી નકલી કોર્ટ ઝડપાઈ છે. જી હા…અમદાવાદમાં સિટી સિવિલ કોર્ટની સામે જ નકલી કોર્ટનો ભાંડો ફૂટ્યો છે

ગરવી તાકાત, અમદાવાદ તા. 22 – અમદાવાદમાં નકલી કોર્ટ અને નકલી જજ પકડાવાનો કેસ સામે આવતા હડકંપ મચી ગયો છે. આ કેસની હાલ તપાસ ચાલુ છે. પોલીસ તપાસ દરમિયાન નકલી જજ અને નકલી કોર્ટ  પકડાવાના કેસમાં મોટો ખુલાસો થયો છે. નકલી જજ મોરિસ સામે અગાઉ પણ નોંધાયા છે ઠગાઈના કેસ.. ચાંદખેડામાં એક બંગલાને નકલી દસ્તાવેજ બનાવીને વેચ્યો હતો.. 

ગુજરાતમાં અત્યાર સુધી નકલી કચેરીથી લઇને નકલી પોલીસ, નકલી અધિકારી, નકલી ટોલનાકા, આખે આખી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, ક્લિનિક ચલાવતા બોગસ તબીબ ઝડપાયા હતા. પરંતુ હવે આજ બાકી હતું. સાઉથના એક ફિલ્મની જેમ અમદાવાદમાં આખે આખી નકલી કોર્ટ ઝડપાઈ છે. જી હા…અમદાવાદમાં સિટી સિવિલ કોર્ટની સામે જ નકલી કોર્ટનો ભાંડો ફૂટ્યો છે.

મહત્ત્વનું છેકે, નકલી જજ અને નકલી કોર્ટના કારમાનાનો રેલો હવે છેક ગાંધીનગર સુધી પહોંચ્યો છે. ગાંધીનગરના સેક્ટર 24 માં 237 નંબરના પ્લોટ ઉપર ઉભા થયેલા બિલ્ડિંગમાં 2015માં હોવાની જાણકારી મળે છે. 2015ના સમયગાળા દરમિયાન અન્ય કેવો ઓફિસ તરીકે અને ટ્યુબ્યુલન તરીકે ઉપયોગ કરતા હોવાની જાણકારી પણ સામે આવી છે. સેમ્યુઅલ ક્રિશ્ચન સામે અનેક પ્રકારના કેસો નોંધાયા હોવાની વાત પણ જાણવા મળી છે. 

હવે, આજ બાકી હતું! અમદાવાદમાં નકલી કોર્ટ પકડાઈ, વાંધા વાળી જમીનોના અનેક ઓર્ડર થતા હડકંપ મચી ગયો છે. નકલી પોલીસ અને અધિકારીઓ બાદ નકલી કોર્ટ પકડાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. અમદાવાદમાં હવે નકલી કોર્ટ પકડાઈ છે. જેમાં આર્બિટ્રેટર બની અનેક નકલી ઓર્ડર અપાયા હોવાનો ખુલાસો થયો છે. રાજ્યમાં નકલીનો રાફડો ફાટ્યો છે, ત્યારે નકલી પોલીસ અને અધિકારીઓ બાદ નકલી કોર્ટ પકડાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. અમદાવાદમાં હવે નકલી કોર્ટ પકડાઈ છે. જેમાં આર્બિટ્રેટર બની અનેક નકલી ઓર્ડર અપાયા હોવાનો ખુલાસો થયો છે. મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચયન નામના વ્યકિતએ નકલી ઓર્ડર આપ્યા છે. 

આ સમગ્ર ઘટનાનો ભાંડો સિટીસિવિલ કોર્ટની સામે જ ફૂટ્યો છે. આ નકલી કોર્ટમાં વાંધા વાળી જમીનોના અનેક ઓર્ડર કર્યા હોવાની વાત સામે આવી છે. નકલી લવાદ બનીને પણ અનેક ઓર્ડર કર્યા છે. આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવતા હડકંપ મચી ગયો હતો. આ ઘટનામાં કોર્ટે મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચન નામના યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધવા જણાવ્યું છે. રજિસ્ટ્રારે મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન સામે ફરિયાદ નોંધાવી છે. બીજી બાજુ પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી દીધી છે.

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0