કડીના થોળ ગામે પાન પાર્લર પર સેકન્ડોની મુલાકાત અને પળભરમાં કાર ગાયબ
બોલવામાં ઉસ્તાદ ગઠિયાની કાર માલિક સાથે પાન પાર્લર પર ઓળખાણ થઈ હતી. તેણે પછી આ જ ઓળખાણના આધારે ગાડીનો આંટો માંગ્યો
ગરવી તાકાત, મહેસાણા તા. 24 – કડીના થોળ ગામે ગઠિયો કાર લઈને ફરાર થઈ ગયો છે. આશ્ચર્યની વાત તો એ છે કે કારમાં કાર ચાલકનો પુત્ર પણ હતો. આમ કડીના થોળ ગામે પાન પાર્લર પર સેકન્ડોની મુલાકાત ભારે પડી છે. કડીના થોળા ગામે ગઠિયો કાર લઈ ફરાર થઈ ગયો છે. અજાણ્યો ઇસમ કાર લઈને ફરાર થઈ ગયો છે. કારમાં કાર ચાલકનો પુત્ર પણ બેઠેલો હતો. ગઠિયાએ કાર ચાલકના પુત્રે સાણંદ ઉતારી દીધો હતો.

આ ગુનાની ખાસિયત એવી હતી કે બોલવામાં ઉસ્તાદ ગઠિયાની કાર માલિક સાથે પાન પાર્લર પર ઓળખાણ થઈ હતી. તેણે પછી આ જ ઓળખાણના આધારે ગાડીનો આંટો માંગ્યો હતો અને તેના પછી ગાડીનો આંટો ખાવાના બ્હાને તે ગઠિયો કાર લઈ ફરાર થઈ ગયો હતો. બાવલું પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઇસામ સામે ગુનો નોંધાયો છે. આ વિચિત્ર છેતરપિડી કડીમાં ચોરે અને ચૌટે ચર્ચાનો વિષય બની છે. પિન્કુ ચૌધરી નામનો ફોટોગ્રાફર આ પ્રકારની ઘટનાનો ભોગ બન્યો હતો અને તેની સાથે તેના પુત્રની સલામતીને લઈને પણ તે ચિંતિત બની ગયો હતો.
જૂજ સેકન્ડોની ઓળખાણમાં કાર ચાલક ગઠિયાની વાતમાં એવો આવી ગયો કે તેણે તેની કાર તેને આંટો મારવા આપી દીધી. ગઠિયો પછી કાર અને કારમાં મૂકેલો મોબાઇલ લઈ અજાણ્યો ઇસમ ફરાર થઈ ગયો હતો. બાવલું પોલીસ સ્ટેશનમાં આ કેસ નોંધવામાં આવ્યો છે.


