મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજગોર સહિત કાર્યકરો ગણેશ વિસર્જનમાં જોડાયાં
મયંકભાઇ નાયકે પૂર્વ સાંસદ શારદાબેન પટેલને પગે લાગી આર્શિવાદ મેળવ્યાં
ગરવી તાકાત, મહેસાણા તા. 09 – સમગ્ર ગુજરાતમાં ગણેશ મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે ગણપતિની પ્રતિમાની વિધિવત સ્થાપના કરી ગણેશજીની પૂજા આરાધના કરવામાં આવે છે. ત્યારે કેટલાક ગજાનન ભક્તો બે દિવસ તો કેટલાક પાંચ દિવસ તો કેટલાક દસ દિવસ દરમિયાન ગણેશજીની પ્રતિમાની પૂજા આરતી કરતાં હોય છે.

ત્યારે મહેસાણા રાજ્યસભાના સાંસદ મયંકભાઇ નાયક દ્વારા તેમના કાર્યાલય સેવાલય ખાતે પણ ગણપતિની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારે આજે સોમવારના રોજ મયંકભાઇ નાયક, મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઇ રોજગોર, પૂર્વ સાંસદ શારદાબેન પટેલ સહિત ભાજપના કાર્યકરો દ્વારા ગણપતિ બાપા મોરયાના નાદ સાથે વિધિવત રીતે શુભમૂહુર્તમાં ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મંયકભાઇ નાયકનું સેવાલય કાર્યાલય ગણપતિ બાપાના નાદથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આ પ્રસંગે મયંકભાઇ નાયક પૂર્વ સાંસદ શારદાબેન પટેલને પગે લાગી આર્શિવાદ પણ મેળવ્યાં હતા.

ઉલ્લેખનિય છે કે, બે દિવસ અગાઉ ગણેશ મહોત્સવ દરમિયાન મયંકભાઇ નાયક દ્વારા આનંદના ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આનંદના ગરબા ગાનાર બહેનોને સાડીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.


