ગ્રંથાલય ગુજરાત રાજ્યના ડાયરેકટર પંકજ ગોસ્વામીના ઉત્તમ માર્ગદર્શન હેઠળ આ આર્થિક સહાયની ફાળવણી કરાઇ
ગરવી તાકાત, મહેસાણા તા. 08 – શ્રી રાજારામ લાઇબ્રેરી ફાઉન્ડેનશ કલકત્તા તરફતથી રૂા. 18.61 હજારની આર્થિક સહાય ફાળવવામાં આવી હતી. જેમાં ગ્રંથાલય ગુજરાત રાજ્યના ડાયરેકટર પંકજ ગોસ્વામીના ઉત્તમ માર્ગદર્શન હેઠળ આ આર્થિક સહાયની ફાળવણી કરવામાં આવતાં રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગને વેગ મળી રહ્યો છે. ગુજરાત રાજ્યમાં ગ્રંથાલયની પ્રવૃતિઓને ખુબજ વેગ મળી રહ્યો છે.

અત્રે મહત્વની બાબત છે કે ગ્રંથાલય બનવાના કારણે વિદ્યાર્થીઓની વાંચન પ્રવૃતિઓને પણ વેગ મળે છે અને વિદ્યાર્થીઓ ગ્રંથાલયોમાં બેસીને શાંતિપૂર્ણ માહોલમાં વાંચન કરતાં હોવાથી તેમને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ સફળતા મળી રહે છે. વિદ્યાર્થીઓની વાંચન પ્રવૃતિઓમાં ખલેલ પડતી હોવાના કારણે ગ્રંથાલય ઉત્તમ માર્ગ માનવામાં આવે છે. ત્યારે શ્રી રાજારામ લાઇબ્રેરી ફાઉન્ડેશન કલકત્તા તરફથી 18.61 લાખની આર્થિક સહાય ફાળવવામાં આવતાં ઉત્તમ પ્રકારની લાયબ્રેરીનું નિર્માણ કરી શકાશે.


