મહેસાણામાં કુરીયરના પાર્સલમાંથી 1.20 લાખના મોબાઇલની ચોરી કરનાર શખ્સ ઝડપાયો 

August 8, 2024

દસેક માસ અગાઉ મોબાઇલના પાર્સલમાંથી બે કિમતી મોબાઇલની ચોરીની ફરિયાદ બી. ડિવિઝન પોલીસે નોંધાઇ હતી

મહેસાણા બી. ડિવિઝન પોલીસે મોબાઇલ ચોરીના ગુનામાં સંડોવાયેલા શખ્સને દબોચી લીધો 

ગરવી તાકાત, મહેસાણા તા. 08 – દસેક માસ અગાઉ પહેલા કુરીયર માટે આવેલ પાર્સલમાંથી પેકીંગ તોડી કિંમતી મોબાઇલોની ચોરી કરી પાર્સલ જેમના તેમ પેકીંગ કરી પાર્સલ મોકલી આપેલ જે પાર્સલમાંથી ચોરી કરનાર ચોરને મુદ્દામાલ સાથે આરોપીને મહેસાણા શહેર બી.ડિવીઝન પોલીસે ઝડપી પાડ્યોં હતો. મહેસાણા જિલ્લા પોલીસ વડા તરૂણ દુગ્ગલ તથા ના.પોલીસ અધિક્ષક મિલાપ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ મહેસાણા શહેર વિસ્તારમાં બનેલ મિલ્કતલ સંબંધી ગુના શોધી બનતા અટકાવવા આપેલા માર્ગદર્શન મુજબ બી.ડિવિઝન પી.આઇ એન.એસ.ઘેટીયાના નેતૃત્વમાં પીએસઆઇ આર.બી.ચૌહાણ, અહેકો. મહેન્દ્રકુમાર, રાજેન્દ્રસિંહ, રમેશજી, અપોકો. હજરૂદીન સહિત મોઢેરા બીટના સ્ટાફની ટીમે મોબાઇલોની ચોરી કરનાર શખ્સને દબોચી લીધો હતો.

નાગલપુરના ઈસમે લોકો પાસેથી 55 લાખ રૂપીયા ઉછીના લઈ, પરત નહી કરવા આત્મહત્યાનુ રચ્યુ પ્રપંચ ! – Garvi Takat – Gujarat News, Bollywood News, Breaking News, Politics News etc.

આજથી દસેક માસ અગાઉ ફરિયાદી મહેસાણા સરદાર શોપિંગ સેન્ટરમાં આવેલ પોતા ની શ્રીજી સેલ્સ કોર્પોરેશન નામની ધરાવી મોબાઇલ ડીસ્ટ્રીબ્યુટર તરીકે ધંધો કરતા હોય જેઓએ પોતાની દુકાનેથી સેમસંગ કંપનીના કુલ 09 મોબાઇલ પાર્સલ કરી મહેસાણા રાજકમલ પેટ્રોલપંપ પાસે આવેલ શ્રી મહાવીર એક્ષપ્રેસ સર્વિસ પ્રા.લી.નામની કુરિયર સર્વિસમાંથી પાર્સલ રાજકોટ ખાતે મોકલી આપેલ બાદ રાજકોટ ખાતેથી ફરિયાદીને ફોન આવેલ કે તમે મોકલી આપેલ પાર્સલમાંથી 07 મોબાઇલ મળી આવેલ બાદ રાજકોટ ખાતેથી ફરિયાદીને ફોન આવેલ કે તમે મોકલી આપેલ પાર્સલમાંથી 07 મોબાઇલ મળી આવેલ છે.

ફરિયાદીને તેવુ જાણવા મળતા ફરિયાદીએ વેરીફાઇ કરતા સેમસંગ અલ્ટ્ર એસ 23 તથા સેસંગ એલ્ટ્રા એસ21 કિંમત રૂપિયા 1,20,998ની ચોરી થયાનું જણાતાં ફરિયાદીએ મહેસાણા બી. ડિવિઝન પોલીસ ખાતે ફરિયાદ નોંધાવી હતી. પોલીસની તપાસ દરમિયાન ટેકનિકલ સોર્સીસ અને બાતમીના આધઆરે ચોરીના ગુનામાં સંડોવાયેલા ચોરાયેલા સેમસંગ મોબાઇલ નંગ 02ના મુદ્દામાલ સાથે રાજેશકુમાર ગોરધનભાઇ ટુકડીયા રહે. મહેસાણા, શાસ્ત્રીનગર સોસાયટી, ચકેશ્વરી ફલેટ, ટીબી રોડ, મહેસાણાને ઝડપી લીધો હતો.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0