અમદાવાદમાં ભીખ માંગતા લોકોના રેકેટનો પર્દાફાશ, 26 લોકોની ધરપકડ, 42 બાળકો બાળકીઓને મુક્ત કરાયાં 

August 7, 2024

અમદાવાદમાં ભીખ માંગતા લોકોના સૌથી મોટા રેકેટનો ખુલાસો થયો , 26 લોકોની થઈ ધરપકડ, સામે આવ્યું કાળું સત્ય

એજન્ટો દ્વારા એક સ્ટેશન પર ભીખ માંગતા બાળકોના માતા-પિતાને દર મહિને 35 હજાર આપવામાં આવતા હતા બાકીના પૈસા 65થી 70 હજાર રૂપિયા એજન્ટો લઇ જતા હતાં

જે ચાર રસ્તા પર સૌથી વધુ ભીખના પૈસાનું કલેક્શન થતું હોય એ ચાર રસ્તાની હરાજી કરવામાં આવતી હતી

ગરવી તાકાત, અમદાવાદ તા. 07 – અમદાવાદ શહેર પોલીસે થોડા દિવસથી એક ડ્રાઈવ શરુ કરી છે. જેમાં અમદાવાદ શહેરના ચાર રસ્તાઓ પર ભિક્ષાની જે પ્રવૃત્તિ ચાલી રહી છે તેને તમે થોડું પણ સામાન્ય ન સમજતા કે ન ભીખ આપતી વખતે તમે દયા ભાવના ન રાખતા કેમ કે ભિક્ષા પ્રવૃત્તિએ  મસ મોટું રેકેટ ચાલી રહ્યું છે. કેમ કે અમદાવાદ શહેર પોલીસની અત્યાર સુધીની ડ્રાઈવ માં ભિક્ષા પ્રવુતિમાં  42 બાળકી અને બાળકો ભિક્ષાવૃત્તિમાંથી મુકતા કરવા માં આવ્યા છે અને જેના દ્વારા આ પ્રવૃત્તિ કરાવવામાં આવી રહી હતી તેવા  26 શખ્સોની ધરપકડ પણ કરવામાં આવી છે. જેમાં ધરપકડ કરાયેલ મોટા ભાગના  બાળકો માતા-પિતા અથવા સગા સંબંધીઓ હોવાનું સામે આવ્યું છે.

Police freed 42 girls from begging | પોલીસે 42 બાળકીને ભિક્ષાવૃત્તિમાંથી  છોડાવી: બાળકો પાસે ભીખ મગાવવા માતા-પિતાને મહિને 35 હજાર અપાય છે - Ahmedabad  News | Divya Bhaskar

ભિક્ષા પ્રવૃત્તિ કરાવનારની પૂછપરછ કરતા ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. કેમ કે એજન્ટો દ્વારા એક સ્ટેશનના માતા-પિતાને દર મહિને 35 હજાર આપવામાં આવતા હતા અને બાકીના પૈસા 65થી 70 હજાર રૂપિયા એજન્ટો લઇ જતા હતાં. ત્યારે આ એજન્ટો કોણ છે ક્યાંથી આવ્યા છે તેને લઈને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરુ કરી છે. ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાંચનો દાવો છે કે નજીકના સમયમાં આવા તમામ એજન્ટોને પણ પકડી પાડવામાં આવશે અને આ ઘટનાના માસ્ટરમાઇન્ડ સુધી પહોંચવામાં આવશે.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે આ એજન્ટો ભીખ મંગાવવા માટેથી અમદાવાદના મુખ્ય મુખ્ય ચાર રસ્તાની વહેંચણી માટે હરાજી કરતા હતા. તેમાં જે ચાર રસ્તા પર સૌથી વધુ ભીખના પૈસાનું કલેક્શન થતું હોય એ ચાર રસ્તાની હરાજી કરવામાં આવતી હતી. એજન્ટો એજન્ટો વચ્ચે જેમાં મુખ્ય ચાર રસ્તાની દોઢ લાખ હરાજી થઇ ચુકી છે.

ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તપાસ  શરુ કરી છે કે આ એજન્ટો કેટલા સમયથી અમદાવાદમાં સક્રિય છે. બાળકો અને તેના માતા પિતાને અમદાવાદ સુધી કઈ રીતે લેવવામાં આવે છે. જે બાળકોના રેક્સ્યૂ થયા છે તે બાળકો સાથે કોઈ ગુનો બન્યો છે કે નહીં તેની પણ તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદ નોંધી 26 આરોપીઓની ધરપકડ કરીને બાળકોને અલગ અલગ સામાજિક સંસ્થાઓની મદદથી રહેવા અને શિક્ષણ આપવાનો પ્રયાસ શરુ કર્યા છે .

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0