ગરવી તાકાત

તંત્રી. પ્રકાશ આર. ચૌધરી
અમને ફોલો કરો
ભાષા બદલો
બ્રેકીંગ ન્યૂઝ
બ્રેકીંગ ન્યૂઝ

બાંગ્લાદેશમાંથી ભારતીયો પર થઇ રહેલા હુમલાને પગલે ભારતીયોને પરત લાવવા વિમાની સેવા શરૂ

August 7, 2024

ભારતીય નાગરીકોને સુરક્ષિત પરત લાવવા માટે ખાસ વિમાનો ઉડાડવાનું શરુ કરવામાં આવ્યું

હિંસાને કારણે ભારતીય વિમાની કંપનીઓએ બાંગ્લાદેશની તમામ ફલાઈટો રદ કરી નાંખી હતી તે હવે આજથી શરુ કરવામાં આવશે

નવી દિલ્હી તા.7 – હિંસાની આગમાં લપેટાયેલા પાડોશી દેશ એવા બાંગ્લાદેશમાં હજારો ભારતીયો અટવાયા છે અને ભારત સરકાર તેના પર નજર રાખી જ રહી છે ત્યારે ભારતીય નાગરીકોને સુરક્ષિત પરત લાવવા માટે ખાસ વિમાનો ઉડાડવાનું શરુ કરવામાં આવ્યું છે. એરઈન્ડીયાની ખાસ ચાર્ટર્ડ ફલાઈટમાં 205 ભારતીયોને પરત લાવવામાં આવ્યા છે અને આજથી ઈન્ડીગો, વિસ્તારા જેવી એરલાઈન્સની ફલાઈટો પણ ઉડાન શરુ કરશે.

IndiGo Offers Plan B To Passengers Of Flights Cancelled Due To COVID  Restriction, Weather. Check Details Here

બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંસાને રાજકીય ઉથલપાથલ વચ્ચે નવી વચગાળાની સરકારે મધરાત્રે સતાના સૂત્રો સંભાળી લીધા છે. નોબલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસને વચગાળાની સરકારના વડાપ્રધાન બનાવવામાં આવ્યા છે અને સંસદનું વિસર્જન કરી નાંખવામાં આવ્યું છે. હિંસાગ્રસ્ત પાડોશી રાષ્ટ્રમાં હજારો ભારતીય ફસાયેલા છે અને તેઓને સુરક્ષિત પરત લાવવા માટે ભારત સરકાર દ્વારા ખાસ વિમાનો મોકલવાનું શરુ કર્યુ છે. હિંસાને કારણે ભારતીય વિમાની કંપનીઓએ બાંગ્લાદેશની તમામ ફલાઈટો રદ કરી નાંખી હતી તે હવે આજથી શરુ કરવામાં આવશે.

એરઈન્ડીયાએ મોકલેલા ખાસ વિમાનમાં 205 ભારતીય નાગરિકોને પરત ફર્યા હતા. આજથી અન્ય એરલાઈન્સની ઉડાનો પણ શરૂ થશે. એરઈન્ડીયાના બે વિમાનોનું સંચાલન કરવામાં આવશે. આ સિવાય ખાસ વિમાનો પણ મોકલવામાં આવે તેવી સંભાવના છે. ઈન્ડીગો તથા વિસ્તારાના વિમાનો પણ આજે ઢાકાથી ભારતીયોને પરત લાવે તેવી સંભાવના છે.

એરઈન્ડીયાના ગઈ મોડીરાત્રે પરત આવેલા ખાસ વિમાનમાં છ બાળકો સહિત 205 નાગરિકોને પરત લાવવામાં આવ્યા હતા. આ વિમાન વ્હેલી સવારે પરત આવ્યુ હતું. બાંગ્લાદેશથી પરત ફરેલા મુસાફરોએ જણાવ્યું હતું કે, બાંગ્લાદેશમાં યુદ્ધ જેવી હાલત છે. વચગાળાની સરકાર હવે પરીસ્થિતિ પર કેવી રીતે અંકુશ લે છે તેના પર મીટ છે. સર્વત્ર સૈન્ય જવાનો નજરે ચડી રહ્યા છે. જો કે પરીસ્થિતિ વ્હેલી તકે કાબુમાં આવી જાય તેવો માહોલ સર્જાયો હતો.

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

આજ નું તાપમાન

loader-image
મેહસાણા
6:16 pm, Oct 22, 2024
temperature icon 31°C
clear sky
Humidity 45 %
Pressure 1010 mb
Wind 3 mph
Wind Gust Wind Gust: 4 mph
Clouds Clouds: 0%
Visibility Visibility: 10 km
Sunrise Sunrise: 6:40 am
Sunset Sunset: 6:08 pm

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0