PI, PSI પાંચ વર્ષ સુધી એક ઝોનમાં હશે તો તેની બદલી બીજા ઝોનમાં જ થશે 

August 2, 2024

એકના એક ઝોનમાં ઓળખાણ કે ભલામણો લગાવીને હવે નહીં થઈ શકે બદલી. હવે નહીં ચલાવી લેવામાં આવે પહેલાં જેવી લાલિયાવાડી

ભ્રષ્ટાચારના એક બાદ એક સામે આવી રહેલાં કેસોને પગલે ગુજરાત સરકાર આકરા પાણીએ

ગરવી તાકાત, મહેસાણા તા. 02 – પી.એસ.આઇ અને પી.આઇની બદલી પ્રક્રિયા વધુ પારદર્શક બનાવવા તેમજ તમામ અધિકારીઓને રાજ્યના અલગ અલગ ક્ષેત્રોમાં ફરજ બજાવવાની તક મળે તે હેતુથી ગૃહ વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પાંચ વર્ષ સુધી એક ઝોનમાં હશે તો તેની બદલી બીજા ઝોનમાં જ થશે. એકના એક ઝોનમાં ઓળખાણ કે ભલામણો લગાવીને હવે નહીં થઈ શકે બદલી. હવે નહીં ચલાવી લેવામાં આવે પહેલાં જેવી લાલિયાવાડી. અધિકારીઓ નહીં કરાવી શકે પોતાના જ ઝોનમાં બદલી. ભ્રષ્ટાચારના એક બાદ એક સામે આવી રહેલાં કેસોને પગલે ગુજરાત સરકાર આકરા પાણીએ. સરકારે અધિકારીઓની બદલી અંગે તાત્કાલિક બદલી નાંખ્યા વર્ષો જુના નિયમો.

Gujarat home department will recruitment of police in State possibility |  વિવાદ બાદ નિર્ણય: પોલીસ ભરતી માટેની સત્તા ગૌણ સેવા પસંદગી મંડળ પાસેથી છીનવી  લેવાશે, ગૃહ વિભાગ જ ...

હવે પાંચ વર્ષ સુધી એક જ ઝોનના જિલ્લાઓમાં નોકરી કરનાર પી.એસ.આઇ/ પી.આઇની તે ઝોનના જિલ્લાઓમાં કે નજીકના જિલ્લાઓમાં બદલી કરી શકાશે નહી. પાંચ વર્ષના સમયગાળાની ગણતરી કરવા માટે એકમો ઉપરાંત બ્રાન્ચોની નિમણૂક પણ ધ્યાને લેવા સ્પષ્ટ નિર્દેશ. ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમજ બિન હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટરની બદલીની પ્રક્રિયામાં વધુ પારદર્શકતા લાવવા તેમજ તમામ અધિકારીઓને રાજ્યના અલગ અલગ ક્ષેત્રોમાં ફરજ બજાવવાની તક મળે તે હેતુથી મુખ્યમંત્રીશ્રી, ગૃહ રાજ્યમંત્રીશ્રી અને પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી સાથેની મીટીંગમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

હવે પાંચ વર્ષ સુધી એક જ ઝોનમાં નોકરી કરનાર પી.એસ.આઇ/ પી.આઇને તે ઝોનના જિલ્લાઓમાં કે નજીકના જિલ્લાઓમાં બદલી કરી શકાશે નહિ. જે બિન હથિયારી પી.એસ.આઇ/ પી.આઇએ એક જ ઝોનમાં પાંચ વર્ષ સળંગ અથવા તૂટક તૂટક નોકરી કરી હોય તો તેમની બદલી કયા જિલ્લાઓ કે એકમોમાં કરી શકાશે નહીં તે અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પાંચ વર્ષના સમયગાળાની ગણતરી કરવા માટે એકમો ઉપરાંત બ્રાન્ચોની નિમણૂક પણ ધ્યાને લેવા સ્પષ્ટપણે નિર્દેશ કરવામાં આવ્યો છે. જેની વિગતો જોઇએ તો.

ગૃહ વિભાગે લીધેલા આ મહત્વપૂર્ણ નિર્ણયને પરિણામે પી.એસ.આઇ અને પી.આઇની બદલી પ્રક્રિયા વધુ પારદર્શક બનશે તેમજ તમામ પોલીસ અધિકારીઓને રાજ્યના વિવિધ ક્ષેત્રોમાં ફરજ બજાવવાની તક મળશે. આ નિયમોમાં અમુક કિસ્સા જેમ કે પતિ-પત્ની કેસ, ગંભીર બિમારી અને નિવૃતિ નજીકનો સમયગાળો હોય તો કેસના મેરીટ અન્વયે વિચારણા કરી શકાશે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0