“સત્ય પરેશાન થઈ શકે પણ પરાજિત નહીં … આ વાક્યમાં પીઆઇ ભરવાડ ખરા અર્થમાં સાર્થક થયા
વસ્ત્રાપુર મર્ડર કેસમાં પોલીસને ગુમરાહ કરીને પીઆઇ જી. કે. ભરવાડનું ખોટુ નામ ઉમેરવાનો થયો હતો ખોટો પ્રયાસ
વસ્ત્રાપુરમાં મંદિરના પાટોત્સવની પત્રિકા લખવા દરમિયાન બે જૂથો સામ સામે આવી જતાં પથ્થર વાગતા એક મહિલાનું મોત થયું હતું
ગરવી તાકાત, અમદાવાદ તા. 31 – અમદાવાદમાં ૨૪-૦૪-૨૦૨૪ ના રોજ વસ્ત્રાપુરમાં મંદિરમાં પાટોત્સવની પત્રિકા લખવામાં એક સમાજના બે જૂથો વચ્ચે કોઈ કારણોસર થયેલ ઝઘડા દરમિયાન આ જૂથો દ્વારા પથ્થરમારો થતા એક મહિલાનું મોત નીપજ્યું હતું. ત્યારે આ કેસમાં પરિસ્થિતિની સાચી ખરાઈ કર્યા વગર તેમજ અજાણથી ગાંધીનગર ટ્રાફિકના પીઆઇ જી.કે ભરવાડની છબી પર કોઈ જૂથ દ્વારા કિચડ ફેંકવામાં આવેલ હતું. ત્યારે વસ્ત્રાપુર પોલીસ દ્વારા એફઆઇઆરદાખલ કરીને જરૂરી તપાસ હાથ ધરતા ૦૭ આરોપીઓની ધરપકડ કરીને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

તેમજ આ કેસમા પીઆઇ ભરવાડ પર લગાવેલ આરોપની તપાસમાં માલુમ પડેલ કે આ પોલીસને ગુમરાહ કરવાની વાત છે. અને અમદાવાદ પોલીસ દ્વારા પીઆઇ જી.કે ભરવાડ ને મ્ સમરી ભરી આપવામાં આવી હતી. જેમાં આ કેસમાં બે જૂથો વચ્ચે થયેલ ઝઘડામા પીઆઇ ભરવાડની ફરજમાં પણ રૂકાવટ થઈ છે,ત્યારે અમદાવાદ વસ્ત્રાપુર પોલીસ દ્વારા પીઆઇ જી.કે ભરવાડ પર લગાવેલ ખોટા આરોપમાં આરોપીને કાયદાનું ભાન થાય તેનું ખાસ ધ્યાન દોરવામાં આવ્યું છે.
અને ભવિષ્યમાં કોઈપણ નિર્દોષ વ્યક્તિને તેમના વ્યક્તિત્વ ઉપર આ પ્રકારના છાંટા ઉડાવવામાં ન આવે તેનું પણ ખાસ ધ્યાન દોરવામાં આવ્યું હતું. પીઆઇ જી.કે ભરવાડની સામે કોઈપણ પુરાવા ન હોવાથી તેમને ક્લિન ચીટ મળી અને નિર્દોષ સાબિત થયા હતા. લોકો દ્વારા ખોટી રીતે આપેલ નામથી પોલીસ દ્વારા તપાસ હાથ ધરતા માલુમ પડયું કે Pi જી.કે ભરવાડ વિરુદ્ધ કોઈ પુરાવા ન હોવાથી મ્ સમરી ભરવામાં આવી હતી અને આખરે PI જી.કે.ભરવાડ નિર્દોષ પુરવાર થયા હતા.
પીઆઇ જી.કે ભરવાડ જેમણે ૨૦૧૦ થી આજ દિન સુધી પોતાની ફરજ ખૂબ જ પ્રમાણિકતાથી અને નિષ્ઠાથી નીભાવી છે. તેઓ દ્વારા લોકોના પ્રશ્નોને વાચા આપી કાયદા અનુસાર યોગ્ય નિરાકરણ કરી પારદર્શક છાપ ધરાવનાર અધિકારી છે. નોંધનીય બાબત છે કે કેટલાક મિડીયામાં પીઆઇ ભરવાડ વિરુદ્ધ અહેવાલ છાપવામાં આવ્યા હતા તે અહેવાલ આખરે ખોટા સાબિત થયા હતા.


