કડી તાલુકાના વીડજ ગામના ખરાબામાં પીકઅપ ડાલામાં વિદેશી શરાબનું કટીંગ ચાલતું હતું અને SMC ત્રાટકી  

July 12, 2024
સ્ટેટ મોનેટરીંગ સેલે વિડજ ગામે રેડ કરતાં બુટલેગરો વિદેશ શરાબનું કટીંગ મુકી રફુચક્કર
સ્ટેટ મોનેટરીંગ સેલે 23.14 લાખના વિદેશી શરાબના જથ્થા સાથે કુલ રૂપિયા 23.64 લાખનો જથ્થો ઝડપ્યોં 
ગરવી તાકાત, કડી તા. 12 – કડી તાલુકાના કલ્યાણપુરા રોડ ઉપર આવેલ વિડજ ગામની સીમા ખરાબામાં વિદેશી દારૂનું કટીંગ ચાલી રહ્યું છે જેવી હકીકત સ્ટેટ મોનિટરિંગ સેલ ને મળતા અધિકારીઓએ રેડ કરી હતી જ્યાં પીકઅપ ડાલુ મળી આવ્યું હતું જેમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જ્યાં અધિકારીઓએ પીકઅપ ડાલું તેમજ વિદેશી દારૂનો જથ્થો કરી અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.
મહેસાણામાં થોડાક દિવસો અગાઉ એકી સાથે એક જ રાતમાં પાંચ સ્થળ પર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રેડ કરવામાં આવેલી હતી. જેમાં  અનેક અધિકારીઓ સસ્પેન્ડ થયા હતા. જે બાદ મહેસાણા જિલ્લા પોલીસ બેડા મા હડકમ મચી જવા પામ્યો હતો જ્યાં ફરી મહેસાણા જિલ્લાના કડી તાલુકાના વિડજ ગામે  SMC  એ રેડ કરતા કડી પોલીસ દોડતી થઈ ગઈ હતી. એસએમસીના પીએસઆઇ કેડી જાદવના ની ટીમ તેમજ અધિકારીઓ કડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પ્રોહીબિસન કામગીરીમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે માહિતી મળી હતી કે કડીના કલ્યાણપુરા રોડ ઉપર આવેલ વીડજ ગામની સીમમાં ખરાબામાં પીકપ ડાલામાં વિદેશી દારૂનો જથ્થો ભરેલો છે તેમજ તેનું કટીંગ થનાર છે. જેવી હકીકતના આધારે એસએમસી ના અધિકારીઓ રેડ કરી હતી.
 કડીના કલ્યાણપુરા રોડ ઉપર આવેલ વિડજ ગામના સીમમાં ઘોઘાવાળી નેરથું નામના ખરાબામાં  પીકપ ડાલા નંબર GJ  2 AD 5177 માં વિદેશી દારૂનો જથ્થો સંતાડેલો છે અને જેનું કટીંગ થનાર છે જેવી હકીકતના આધારે અધિકારીઓ દ્વારા રેડ કરવામાં આવેલી હતી જ્યાં બુટલેગરો પોલીસને જોઈ વિદેશી દારૂનો જથ્થો મૂકી ફરાર થઈ ગયા હતા જ્યાં અધિકારીઓ દ્વારા પીકઅપ ડાલાની તલાસી કરતા વિદેશી દારૂની નાની મોટી  2684 કિંમત રૂપિયા  13, 64,160 મળી આવી હતી તેમજ પીકપ ડાલા સહિત  23,64,160 નો મુદ્દામાલ કબજે કરી ગુનો દાખલ કરવામાં આવેલ હતો.
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0