લુણાસણ કલા અમૃત પ્લોટ પાસે ઉભેલો હોવાની બાતમીના આધારે આરોપીને દબોચી લેવાયોં
ગરવી તાકાત, મહેસાણા તા. 03 – ગાંધીનગર જિલ્લાના પેથાપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનના ત્રણ ગુનામાં નાસતા ફરતા આરોપીને મહેસાણા પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમે લુણાસણ કલાઅમૃત પ્લોટની પાસેથી ઝડપી પાડ્યોં હતો.

વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા અને પેરોલ ફર્લો પર છૂટીને પરત હાજર ન થયેલા આરોપીઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દેવાના મહેસાણા જિલ્લા પોલીસવડા તરૂણ દુગ્ગલે આપેલા આદેશ મુજબ મહેસાણા એલસીબી પી.આઇ એસ.એસ.નિનામાના નેતૃત્વ હેઠળ પીએસઆઇ એન.પી.પરમાર, એએસઆઇ નરેન્દ્રસિંહ, હેકો રશમેન્દ્રસિંહ, હેકો. મુકેશકુમાર, જીગ્નેશભાઇ સહિત પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમ નાસતા ફરતા આરોપીએને ઝડપી પાડવાની કામગીરીમાં હતા. આ દરમિયાન એએસઆઇ નરેન્દ્રસિંહ તથા હેકો. મુકેશકુમારને ખાનગી રાહે બાતમી મળી હતી કે,
ગાંધીનગર જિલ્લાના પેથાપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનના 3 ગુનામાં પોલીસ પકડથી નાસતો ફરતો આરોપી ઝાલા પૃથ્વીરાજસિંહ ઉર્ફે પથુભા શંકુજી રહે. ગણેશપુરા સોસાયટી, કરણનગર રોડ, કડીવાળો હાલમાં લુુણાસણ કલાઅમૃત પ્લોટની સામે પોતાના પાનના ગલ્લા ઉપર હાજર છે. જે બાતમીના આધારે મહેસાણા પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમે ઘટના સ્થળે પહોંચી દબોચી લઇ પેથાપુર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.


