ડોક્ટર પતિએ તેની ડોક્ટર પત્નીને હોટલમાં એક સાથે બે પ્રેમીઓ સાથે રંગરલિયા મનાવતાં રંગેહાથે પકડી

May 28, 2024

ડોક્ટર પતિએ તથા તેના પરિવારે ડોક્ટર પત્ની અને બે પ્રેમીઓને ઢીબેડી નાખ્યાં 

પોલીસને ઘટનાની જાણ થતાં હોટલમાં પહોંચી ડોક્ટર પત્નિ તથા બે પ્રેમીઓને જેલમાં ધકેલ્યાં 

ઉત્તર પ્રદેશના જનપદ કાસગંજથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક ડોક્ટરે તેની પત્નીને તેના બે પ્રેમીઓ સાથે હોટલમાં આપત્તિજનક સ્થિતિમાં રંગેહાથ રંગરેલિયા મનાવતા પકડી. આ ઘટના બાદ ડોક્ટર પતિ અને તેના પરિજનોએ પત્ની અને તેના  બે પ્રેમીઓની ખુબ પીટાઈ કરી. આ હાઈવોલ્ટેજ ડ્રામાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.  ઘટનાની સૂચના મળતા જ પોલીસ  ઘટનાસ્થળે પહોંચી ગઈ અને મહિલા અને તેના બંને પ્રેમીઓને પકડીને પોલીસ સ્ટેશન લઈ ગઈ. બંને પ્રેમીઓને શાંતિ ભંગ કરવાના આરોપસર જેલમાં મોકલી દેવાયા.

ડોક્ટર પતિએ પત્નીને બે પ્રેમીઓ સાથે પકડી
પોલીસે જણાવ્યાં મુજબ પતિ અને પત્નીમાં છેલ્લા બે વર્ષથી વિવાદ ચાલતો હતો. બંને અલગ અલગ રહે છે. પત્ની પણ ડોક્ટર છે અને કાસગંજ જિલ્લામાં જ સરકારી હોસ્પિટલમાં તૈનાત છે. એવું કહેવાય છે કે મહિલા ડોક્ટરનો પતિ તેની પત્ની પર ઘણા સમયથી નજર રાખી રહ્યો હતો. બુધવારે મહિલા ડોક્ટર બે યુવકો સાથે હોટલમાં રંગે હાથ પકડાઈ.

— NCMIndia Council For Men Affairs (@NCMIndiaa) May 10, 2024

ડોક્ટર પતિને જ્યારે આ વાતની જાણ થઈ તો તે સમગ્ર પરિવાર સાથે હોટલ પહોંચી ગયો અને રૂમની અંતર ત્રણેયને એક સાથે પકડ્યા. ત્યારબાદ ખુબ મારપીટ થઈ. પતિએ જણાવ્યું કે તેના લગ્ન 2013માં થયા હતા. તેની પત્નીના યુવકો સાથે અનૈતિક સંબંધ હતા.

ખુબ સમજાવવા અને સાસરામાં ફરિયાદ કરવા પર તેણે ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી હતી. લગભગ એક વર્ષ પહેલા મહિલા તેનું સાસરિયુ છોડીને ક્યાંક બીજે રહેવા લાગી હતી. પોલીસનું કહેવું છે કે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે અને તે પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે અહીં એક વાત એ કહેવી પડી કે દુનિયા કઈ દિશામાં જઈ રહી છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0