અમને ફોલો કરો
ભાષા બદલો
બ્રેકીંગ ન્યૂઝ
બ્રેકીંગ ન્યૂઝ

છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાં 3100થી વધુ અગ્નિકાંડ, 3176ના મોત

May 28, 2024

NCRB દ્વારા આગથી થતા અકસ્માતમાં વર્ષ 2018થી 2022 દરમિયાન ગુજરાત રાજ્યમાં 3176 મૃત્યુ થયા છે

વર્ષ 2021 અને 2022માં આગથી થતા અકસ્માતની 729 ઘટનાઓ બની છે. બે વર્ષમાં આગથી થતા અકસ્માતમાં 737 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે

SITની રચના કરીને ચમરબંધીને છોડવામાં નહિ આવે તેવા રાગ આલાપતા રહ્યા છે અને હરણી બોટ કાંડના આરોપી બહાર પણ આવી ગયા

ગરવી તાકાત, ગાંધીનગર તા. 28 – ગુજરાત રાજ્યમાં આગથી થતા અકસ્માતમાં થતા મૃત્યુના આંકડાઓ ચોંકાવનારા અને ચિંતાજનક છે. NCRB દ્વારા આગથી થતા અકસ્માતમાં વર્ષ 2018થી 2022 દરમિયાન ગુજરાત રાજ્યમાં 3176 મૃત્યુ થયા છે. છેલ્લા પાંચ વર્ષમાં આગથી થતા અકસ્માતની 3100 ઘટનાઓ ઘટી છે. વર્ષ 2021 અને 2022માં આગથી થતા અકસ્માતની 729 ઘટનાઓ બની છે. બે વર્ષમાં આગથી થતા અકસ્માતમાં 737 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

Rajkot Game Zone Fire TRP GameZone was running without Fire NOC | Rajkot  Game Zone Fire: રાજકોટ અગ્નિકાંડ અંગે મોટો ખુલાસો, ફાયર NOC વિના જ ચાલતો  હતો TRP ગેમઝોન

તક્ષશિલા કાંડ સુરતથી ટીઆરપી ગેમિંગ ઝોન કાંડ રાજકોટ સુધી અનેકવાર ગંભીર અકસ્માત જોયા છે અને અનેક પરિવારોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે. સરકાર દર વખત એ SITની રચના કરીને ચમરબંધીને છોડવામાં નહિ આવે તેવા રાગ આલાપતા રહ્યા છે અને હરણી બોટ કાંડના આરોપી બહાર પણ આવી ગયા છે.

કોન્ટ્રાકટર, કર્મચારીઓ અને સિકયુરિટી ગાર્ડ ને જેલ ભેગા કરી શકાય પણ જે સરકારી કર્મીઓ, કૉર્પોરેશનના કર્મીઓ, ફાયર વિભાગના કર્મીઓ જેમની ફરજમાં જે આવે છે તે ફરજ નથી નિભાવતા અને તેમની ફરજ બેદરકારીના લીધે ગંભીર અકસ્માતો બને છે.

આ પ્રકાર ની જાહેર  જગ્યાઓ જ્યાં નાના ભૂલકાઓ, બાળકો, મહિલાઓ તેમના પરિવાર સાથે જતા હોય તેવી જગ્યાઓ ની સુરક્ષા ની સરકાર રાખવા ની ફરજ તંત્ર ની નથી? આવા સ્થળો ઉપર ફાયર સેફ્ટીના સાધન છે કે નહિ તે કોણ તપાસસે? લાંચિયા સરકારી કર્મચારીઓ ઉપર ક્યારે પગલાં લેવાશે? શું તક્ષશિલા કાંડ, મોરબી બ્રિજ કાંડ, હરણી કાંડમાંથી ક્યારેય શીખ નહિ લઇએ? આ પ્રકારના કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેમ નથી ચલાવતા? તંત્ર ક્યાં સુધી આંખ આડા કાન કરશે? ક્યાં સુધી આમને આમ નિર્દોષોના જીવ જશે? શું તંત્ર ને જવાબદારી નું ભાન થશે અને યોગ્ય કાર્યવાહી કરશે ખરા?

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

આજ નું તાપમાન

loader-image
મેહસાણા
3:33 am, Jan 7, 2025
temperature icon 12°C
clear sky
Humidity 31 %
Pressure 1016 mb
Wind 8 mph
Wind Gust Wind Gust: 11 mph
Clouds Clouds: 0%
Visibility Visibility: 10 km
Sunrise Sunrise: 7:23 am
Sunset Sunset: 6:08 pm

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0