મહેસાણા તાલુકા પોલીસે પાલાવાસણા સર્કલ પાસેથી ફોરચ્યુનર કારમાંથી 2.16 લાખનો વિદેશી શરાબ ઝડપ્યોં 

May 6, 2024

મહેસાણા તાલુકા પોલીસે વિદેશી શરાબ તથા ફોરચ્યુનર કાર મળી કુલ રૂા. 17.16 લાખનો મુદ્દામાલ કબજે કર્યો 

બહુચરાજી ત્રણ રસ્તા પાલાવાસણા સર્કલ પાસે કચ્છ ભુજના પાર્સિગવાળી કારમાં તપાસ કરતાં કોઇ હાજર મળી આવ્યું ન હતું 

ગરવી તાકાત, મહેસાણા તા. 06 – (Sohan Thakor) – મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના પાલાવાસણા સર્કલ બહુચરાજી ત્રણ રસ્તા પાસેથી પરપ્રાંતિય વિદેશી શરાબનો 2.16 લાખનો જથ્થો તથા ફોર્ચુયનર કાર કિંમત રૂા. 15 લાખ મળી કુલ રૂપિયા 17,16,892નો મુદ્દામાલ ઝડપી પાડ્યોં હતો.

મહેસાણા જિલ્લામાં વિદેશી શરાબની થતી હેરાફેરી તથા વેચાણ પર કડક કાર્યવાહી કરવા મહેસાણા જિલ્લા પોલીસવડા તરૂણ દુગ્ગલે આપેલા આદેશ મુજબ મહેસાણા ના.પોલીસ અધિક્ષક મિલાપ પટેલની સૂચનાથી મહેસાણા તાલુકા પી.આઇ જે.પી.સોલંકી, પીએસઆઇ એમ.બી.પઢિયાર સહિતની ટીમ મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા

તે દરમિયાન અલોર. ભાવિકકુમાર તથા મહેન્દ્રભાઇ અને ચેતનકુમારને સંયુક્ત રાહે ખાનગી બાતમી મળી હતી કે, પાલાવાસણા સર્કલ પાસે, બહુચરાજી સર્કલ ઉપરથી ફોરચ્યુનર કાર નંબર જી.જે.12બી- 3390 નંબરની કાર પડી છે. જે બાતમીના આધારે મહેસાણા તાલુકા પોલીસની ટીમ પાલાવાસણા સર્કલ પાસે પહોંચી ઉપરોક્ત નંબરવાળી કારમાં તલાશી લેતા કારમાં કોઇ હાજર ન હતું જ્યારે તપાસ દરમિયાન કારમાંથી પરપ્રાંતિય વિદેશી શરાબનો 2.16 લાખનો જથ્થો તથા ફોર્ચુયનર કાર કિંમત રૂા. 15 લાખ મળી કુલ રૂપિયા 17,16,892નો મુદ્દામાલ ઝડપી પાડવામાં સફળતાં મેળવી હતી. પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0